રાજનીતિ

સુશાંતના આત્મહત્યા કેસમાં વડાપ્રધાન મોદીને લખ્યો આ નેતાએ પત્ર

248views

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહિનો થઈ ચૂક્યો છે પોલીસ લગભગ 30 થી વધારે લોકોની પૂછપરછ કરી ચુકી છે પણ હજી સુધી આ કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તો બીજીબાજુ સુશાંતના ફેન્સ છે જે આ મામલો CBIને સોંપવાની અપીલ કરી રહ્યા છે.બોલીવુડ થી લઈ બિહારના નેતાઓ સહિતના લોકો આ આત્મહત્યાને હત્યા માની રહ્યા છે.તો હવે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લેટર લખીને આ કેસ CBIને સોંપવા માટે વિનંતી કરી છે.

આ બાબતની જાણ એક્ટર શેખર સુમને ટ્વિટર પર કરી છે અને એ લેટરનો ફોટો શેર કરી લખ્યું કે, ફાઈનલી આપણા બધા માટે થોડી ખુશીનું આ કારણ હોઈ શકે છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ લખેલ આ બે પેજના લેટરમાં ઘણા બધા દાવા કરવામાં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, મને ખાતરી છે કે તમે ફિલ્મ એક્ટર સુશાંત સિંહના મૃત્યુથી માહિતગાર હશો. મારા વકીલ ઇશકરણ ભંડારીએ આ આત્મહત્યાના કેસમાં રિસર્ચ કર્યું છે. FIR ફાઈલ કરાવ્યા બાદ પોલીસ હજુ તપાસ કરી રહી છે.

શેખર સુમને આ લેટર શેર કરી લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે ફાઈનલી આપણા પ્રયત્નોનું ફળ મળી રહ્યું છે, પણ દિલ્હી હજુ દૂર છે.

લેટરમાં સ્વામીએ દાવો કર્યો કે, મને મારા મુંબઈના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાં જેનું કનેક્શન દુબઈમાં ડોન સાથે છે તેઓ આ કેસને કવર અપ કરીને એ સુનિશ્ચિત કરવા માગે છે કે રાજપૂતનું મૃત્યુ વોલન્ટરી સુસાઇડ હોય એવું અંતે સાબિત થાય. હું ભારત સરકારના વડાને અરજી કરું છું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડિરેક્ટલી CBI તપાસ માટે સલાહ આપે અથવા ગવર્નરને CBI તપાસ માટે સંમત કરે.

નોંધનીય છે કે બિહારના જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે પણ એક અરજી કરી હતી. અને આ બાબતને ગંભીરતાથી લેતા અરજીનો ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો.

ગૃહ મંત્રીએ જવાબ આપતા લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો જેમાં તમે યંગ એક્ટર સ્વ. સુશાંત સિંહની આત્મહત્યા કેસમાં CBI તપાસ માટેનો આગ્રહ કર્યો હતો. તમારા લેટરને ધ્યાનમાં રાખીને સબંધિત ડિપાર્ટમેન્ટને આ માટે જાણ કરવામાં આવી રહી છે.

Leave a Response

error: Content is protected !!