Corona Update

મેક ઈન ગુજરાત: રાજકોટીયને N-95 માસ્ક બનાવવા માટે મશીન માત્ર 20 દિવસમાં બનાવ્યું, રોજના 25 હજાર માસ્ક બને છે

743views
  • N-95 માસ્ક આ રીતે બને છે, કંપનીએ માત્ર 20 દિવસમાં મશીન તૈયાર કર્યું,
  • રોજના 25 હજાર માસ્ક બનાવવાનું શરૂ
  • 150 લોકોની ટીમે N-95 માસ્ક બનાવતુ અત્યાધુનિક મશીન તૈયાર કર્યું, 3 કરોડનો ખર્ચ થયો
  • ફુલ્લી ઓટોમેટિક N-95 મશીનના નિર્માણનું લક્ષ્ય 20 દિવસમાં પાર પાડ્યું
  • સારામાં સારી ગુણવત્તાવાળા અને વ્યાજબી ભાવમાં માસ્ક મળશે
  • ફુલ્લી ઓટોમેટીક મશીન, બે મહિનામાં વધુ પાંચ મશીન બનાવવાનું કંપનીનું લક્ષ્ય છે 
  • આગામી સમયમાં આ મશીન એક્સપોર્ટ પણ કરવામાં આવશે
 ગુજરાતીઓ હંમેશા વેપાર માટે જાણીતા છે. આ વાતને સાર્થક કરતા વધુ  એક રાજકોટની કંપનીએ કમાલ કરી દીધી છે. રાજકોટની કંપનીને પહેલાથી જ ધમણ  વેન્ટિલેટરની સફળતા  મળી છે. હવે  રાજકોટની કંપનીએ આશ્લર્યની વચ્ચે એન-95 માસ્ક બનાવવા માટે ફુલ્લી ઓટોમેટિક મશીન બનાવ્યું છે. આ મશીન માત્ર 20 જ દિવસમાં બનાવવમાં આવ્યું છે.

કોણે અને કેવી રીતે બનાવ્યું મશીન ?

રાજકોટ નજીક આણંદપર ખાતે આવેલી પેલીકન રોટોફલેકસ પ્રા.લી.ના ચેરમેન અને એમ.ડી. ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે, N-95 માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન ખુબ જ જટિલ હોવા છતાં પણ અમારી ટીમ દ્વારા N-95 માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન કુશળ એન્જિનિયર્સ તથા ઈલેકટ્રોનિક સોફ્ટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલિટી તેમજ 150થી પણ વધારે માણસોની ટીમે દિવસ-રાત કામ કરી ફુલ્લી ઓટોમેટિક N-95 મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર 20 દિવસમાં સફળતાથી પાર પાડ્યું છે.

ચાઈનીશ કંપની કરતા સારુ મશીન બનાવ્યું

ફુલ્લી ઓટોમેટિક N-95 માસ્ક બનાવવાના મશીનમાં ન્યૂ જનરેશન SCADA based servoનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ચાઈનિઝ કંપનીના હલ્કી ગુણવત્તાવાળા મશીન કરતાં સારી ક્વોલિટીના N-95 માસ્કનું ઉત્પાદન કરી શકે છે. એક હજારથી પણ વધુ પાર્ટસ ધરાવતું આ મશીન ફુલ્લી ઓટોમેટિક with auto ear-loop અને લગભગ તમામ ઈન હાઉસ પાર્ટસ સાથે તૈયાર કર્યું છે.

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી શકાશે
ભરતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, એક મશીન દરરોજના 25 હજાર માસ્કની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, તેમજ આવતા 2 મહિનામાં આવા બીજા 5 મશીન બનાવવાનું લક્ષ્ય છે. જેથી ટૂંકા સમયમાં લાખો માસ્ક તૈયાર કરીને ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી શકાશે. ભારત સહિત લગભગ દુનિયામાં તમામ દેશોમાં માસ્કની અછત છે, ખાસ કરીને સારી ગુણવત્તાના N-95 માસ્ક મળતા નથી. સારી ગુણવત્તાના માસ્ક કોરોના જેવી મહામારીને રોકવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

આગામી સમયમાં આ મશીન એક્સપોર્ટ પણ કરવામાં આવશે
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, N-95 માસ્ક કે, જે 95 ટકા એરબોર્ન પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે. ચાઈના જેવા દેશોમાંથી નબળી ગુણવતાવાળા મશીનો દુનિયાભરમાં પૂરા પાડવામાં આવે છે. પરંતુ અમારી કંપનીના 150 માણસોની ટીમ દ્વારા આ મશીનનું નિર્માણ કર્યુ છે અને એ પણ આધુનિક સ્પેરપાર્ટસ સાથે. આ મશીન બનાવવા આશરે 3 કરોડનો ખર્ચ થયો છે. આગામી સમયમાં આ મશીન એક્સપોર્ટ પણ કરવામાં આવશે. લોકોને N-95 માસ્ક સારી ગુણવત્તાવાળા મળી રહેશે. માસ્ક બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. લોકોને એકદમ વ્યાજબી દરે આ માસ્ક મળી રહેશે. સરકાર અને કલેક્ટર સાથે મળીને પડતર કિંમત સહિતની ચર્ચા કરીને ભાવ નક્કી કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!