Corona Update

બકરા જાહેરમાં કાપવા પર પ્રતિબંધ, બકરી ઈદ અંગે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

2.52Kviews

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.જેમાં સુરત કોરોનાના પર્કોપમાં સૌથી પહેલા નંબરે આવી રહ્યું છે સુરતની સ્થિતિ ખૂબ ચિંતા જનક છે ત્યારે સુરત પોલીસ કમીશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેને અંતર્ગત પહેલી ઓગસ્ટના રોજ આવતી બકરીના તહેવાર વખતે જાનવરોની કુરબાની કોઈપણ જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં જાહેરમાં સહેલાઈથી દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ થવાથી અન્ય ધર્મ સમુદાયના લોકોની લાગમી દુભાવવાના કારણે શાંતિ ભંગ થવા સંભવ રહે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફોજદારી કલમ 144 મુજબ પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી શ્રાવણ માસ દરમિયાન આવતાં હિન્દુ તહેવારો જાહેરમાં ન ઉજવવા પ્રતિબંધ મુક્યો છે ત્યારે હવે આગામી પહેલી ઓગસ્ટના રોજ આવતી બકરી ઈદની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તથા જાહેરમાં ઉજવણી ન કરવા પણ કહેવામાં આવ્યું છે.

Leave a Response

error: Content is protected !!