રાજનીતિ

ડાલામથ્થાંને ગમતું ગીર..! વસ્તીમાં 29 ટકાનો વધારો, PM મોદીએ ગુજરાત ના કર્યા ભરપેટ વખાણ

398views

એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે. તેમાય ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વરસાટ છે. ગુજરાત માટે સારા સમાચાર છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આથી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. 

દર પૂનમે વન વિભાગ દ્વારા સિંહોનું અવલોકન કરાઇ છે

  • વન વિભાગના સ્ટાફ દ્વારા દર મહિને પૂનમના દિવસે 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરવામાં આવે છે.
  • આ અવલોકન છેલ્લા સાત વર્ષથી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
  • ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના સિંહો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે.
  • આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે.
  • 2020ના વર્ષમા પુખ્ત વયના નર સિંહ 161, માદા 260 તેમજ પાઠડામાં નર 45, માદા 49 અને વણઓળખાયેલા 22નો સમાવેશ થાય છે.
  • સિંહબાળની સંખ્યા 137 થાય છે. આમ કુલ 674 સિંહો થાય છે.  

1990થી 2020 સુધીમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં થયેલો વધારો
1990- 284
1995-304
2001-327
2005-359
2010-411
2015-523
2020 -674

Leave a Response

error: Content is protected !!