રાજનીતિ

“નમામિ દેવિ નર્મદે મહોત્સવ” અંગે રાજ્યના મંત્રીઓ અને પદાધિકારીઓને સોંપાઈ જિલ્લા તથા શહેરોની જવાબદારી

136views

આપ જાણો છો તેમ સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૭ મીટર સુધી ભરાવા જેવો એક શુભ અવસર ગુજરાતના આંગણે આવી ઉભો છે અને ગુજરાતવાસીઓ સાથે વડાપ્રધાન પણ આ પળની સાક્ષી બનનાર છે ત્યારે નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે “નમામિ દેવિ નર્મદે મહોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રીઓ અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં જન સહયોગથી જિલ્લા કક્ષાએ ઉજવાશે.“નમામિ દેવિ નર્મદે મહોત્સવ” કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીશ્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાંમાં ખાસ ઉપસ્થિત રહેનાર છે.ત્યારે આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને મહોત્સવ માટે ફાળવાયેલા જિલ્લા તથા શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!