Corona Updateરાજનીતિ

કોરોના મહામારી સામે લડવા માટે રાજ્ય સરકારે લોકો માટે રાહતના દરવાજા ખોલ્યા

773views

કોરોના સામે વિશ્વ આખું જંગ લડી રહ્યું છે.ભારત પણ આ મુશ્કેલીનો સામનો ખૂબ હિંમત અને સૂઝ-બુઝથી કરી રહ્યો છે.મોદી સરકારના માર્ગદર્શન હેઠળ રૂપાણી સરકાર પણ ખૂબ સરાહનીય કાર્ય કરી રહી છે.બધા ક્ષેત્રોમાં જનતાના હિત જળવાઈ રહે એ સતત જોઈ રહી છે. કોરોના સામે ફંડની વાત કરીએ તો ગુજરાત સરકારે ભરપૂર પ્રમાણમાં ગ્રાન્ટ આપી જનતાના સ્વાસ્થ્યની તેઓને કેટલી ચિંતા છે તે સ્પષ્ટ જણાવી દીધું છે.

અત્યાર સુધીમાં કુલ 244 કરોડ રૂપિયાની રાહત નિધિમાંથી નાગરિકોને મદદ કરી છે.

રૂ. 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.

કોરોના સામે રૂપાણી સરકારે ક્યાં શહેરને કેટલું ફંડ આપ્યું?

અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફંડ ફાળવવામાં આવ્યું છે.

સરકારના આ ફંડ દ્વારા લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે પહોંચ્યાં.

Leave a Response

error: Content is protected !!