રાજનીતિ

બાયડ બેઠક પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ,ચૂંટણીમાં રોજગારી,શિક્ષણ મુદ્દો મહત્વનો

79views

બાયડ વિધાનસભાની પેટાચુંટણી  બેઠકની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના હોવાથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે તો રોજગારી, શિક્ષણનો મુદ્દો મહત્વનો છે સાથે સ્થાનિક વિકાસના મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વના રહેશે. અગાઉના વર્ષોની વાત કરવામાં આવે તો સ્થાનિકમાં કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી સ્થાનિકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવામાં નેતાઓ નિષફળ રહ્યા છે ત્યારે આ ચૂંટણી મતદારો વિકાસ માટે કોનો સાથ આપે છે તે મહત્વનું રહેશે.

સાથે ઉમેદવારની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે. જ્યારે ભાજપના કાર્યકરોની વાત કરવામાં આવે તો ભાજપના કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર તરીકે  સંભવિત  ક્ષત્રિય ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલાનું નામ મોખરે છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર સામે સસ્પેન્સ યથાવત છે. જોકે સંભવિત ઉમેદવાર તરીકે માનવેન્દ્રસિંહ કોંગ્રેસ-જશુભાઈ પટેલ વગેરે મોખરે છે.

બાયડના જ્ઞાતિ સમીકરણોમાં કોનો દબદબો?:

  • 1 લાખ 26 હજાર ક્ષત્રિય મતદારો
  • 15 હજાર લેઉવા પાટીદાર મતદારો
  • 16 હજાર કડવા પાટીદાર મતદારો
  • 9 હજાર આંજણા પટેલ મતદારો
  • 12 હજાર દલિત મતદારો
  • 5 હજાર મુસ્લિમ મતદારો
  • 48 હજાર ઈત્તર મતદારો

​કુલ મતદારો 2 લાખ 31 હજાર:

બાયડ વિધાનસભાની પેટાચુંટણી જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચુંટણીમાં જે નેતા સાચા વાયદા કરશે અને મતદારોના કામ કરશે એ નેતા ચોક્કસ મેદાન મારી જશે.

Leave a Response

error: Content is protected !!