જાણવા જેવુરાજનીતિ

ભારતે પાકિસ્તાન મુદ્દે લીધેલા આ નિર્ણય પર અમેરિકાએ આપ્યો ટેકો

131views

ભારતની સંસદે 1967ના યુએપીએ કાયદામાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા હતાં. તે પછી પ્રથમ વખત આ કુખ્યાત આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એ વખતે ભારત સરકારે નોંધ્યું હતું કે હાફિઝ સઈદ, મસૂદ અઝહર, ઝાકી-ઉલ-રહેમાન-લખવી અને દાઉદ ઈબ્રાઈમ આ ચાર આતંકવાદીઓ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું એકથી વધુ વખત સાબિત કરવામાં આવ્યું છે. તેથી આ ચારેય આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જરૂરી છે.

ભારતે આ ચાર કુખ્યાત આતંકવાદીઓને જાહેર કર્યા હતાં. આ મુદ્દે અમેરિકાએ ભારતને સમર્થન આપીને પ્રશંસા કરી હતી. ભારતના આ પગલાંથી આતંકવાદ વિરૂદ્ધની લડાઈ વધુ મજબૂત અને આતંકવાદીઓ વિરૂદ્ધ મજબૂતાઈથી કાર્યવાહી કરી શકાશે એવું પણ અમેરિકાએ કહ્યું હતું.

અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયાના અધીકારી એલિસ વેલ્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. નવા કાયદાથી આ ચારેય કુખ્યાત આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ તેની અમેરિકા સરાહના કરે છે.

Leave a Response

error: Content is protected !!