વિકાસની વાત

દુનિયાના ત્રીજા સૌથી મોંઘા છૂટાછેડા, પત્નિને વળતર પેટે 24 હજાર કરોડની સંપત્તિ મળી

698views

Amazoneના સંસ્થાપક જેફ બેજોસ અને એમની પત્ની મૈકેંજીના મોંઘા છૂટાછેડા પછી હવે ચીનમાંથી પણ એશિયાના સૌથી મોંઘા છૂટાછેડાનો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાને તલાક લીધા પછી વળતર પેટે 24 હજાર કરોડ રુપિયાની જંગી સંપત્તિ મળી છે, જેના કારણે મહિલા વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઇ ગઇ છે. 

ચીનના ડૂ વેઇમિન અને એમની પત્ની યુઆન લિપિંગના છૂટાછેડા જેફ બેજોસ-મૈકેંજી અને ઝોઉ યાહઇ પછીના દુનિયાના ત્રીજા સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થયા છે. 

બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ચીનમાં દવા બનાવતી કંપની શેંઝેન કાંગટઇ બાયોલોજીકલ પ્રોડક્ચના ચેરમેન ડૂ વેઇમિને 29મેના રોજ પત્ની યુઆન પાસેથી તલાક લીધા હતા, તેમને આ તલાક 24 હજાર કરોડ રુપિયામાં પડ્યા છે. વળતર પેટે તેમણે પત્નીને કંપનીના 16.13 કરોડ શેર આપ્યા છે. જે પછી યુઆન વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઇ છે. 

આજ સુધી દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા રિટેલ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ અને પત્ની મૈકેંજીના થયા છે. આ તલાક પછી બેજોસે અલગ થયેલી પત્ની મૈકેંજીને એમેઝોનમાં ચાર ટકાની ભાગીદારી રુપે 19.7 મિલિયન શેર આપ્યા હતા. જેની કિંમત 2.60 લાખ કરોડ રુપિયા થાય છે. 

Leave a Response

error: Content is protected !!