રાજનીતિ

રૂપાણી સરકારના આ નિર્ણયથી થશે વીજળી બિલમાં ઘટાડો

555views

રૂપાણી સરકારે એક ડીલ રદ કરી જેના પરિણામે વીજળીના બિલમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.

વર્ષ 2018માં કોલસાના ભાવમાં વધારાના કારણે વીજકંપનીઓને વધારે ટેરિફ વસૂલવાની મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે રદ કર્યો છે. હવે નવાં નિર્ણય અને માર્ગદર્શિકા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થતાં ઘટાડાનો લાભ લોકોને મળશે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે લોકોને યુનિટ દીઠ 30 પૈસાનો ફાયદો થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કોલસા બજારના વિવિધ ઇન્ડેક્ષ અને કિંમતોને ધ્યાનમાં રાખી કોલસાની ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

શું ઠરાવ કરાયો હતો?

જૂનો ઠરાવ રદ કરી સરકારે હવે 12-6-2020થી અમલમાં આવેલી નવી માર્ગદર્શિકાનો અમલ કર્યો છે. જૂના ઠરાવ અને નવી માર્ગદર્શિકાની જોગવાઇઓની તુલના કરવામાં આવે તો ગ્રાહકોને યુનિટદીઠ 30 પૈસાનો લાભ થાય તેવી શક્યતા છે. આ માર્ગદર્શિકા કોલસા બજારના જાણીતા અને વિશ્વસનીય ઇન્ડેક્ષના આધારે કોલસાના ભાવની ગણતરી કરવામાં આવશે તેમજ પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા કોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે થશે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થતા ઘટાડાનો લાભ લોકોને મળશે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.2018માં ઇન્ડોનેશિયાલના કોલસાની અછત અને ઉંચા ભાવના કારણે સરકાર ચાર કંપનીઓ સાથે કરાર કર્યા હતા અને તેના માટે 1-12-2018નો ઠરાવ અમલીકરણમાં લાવવામાં આવ્યો હતો.

1-12-2018નો ઠરાવ ગુજરાતમાં સ્થિત આયાતી કોલસા આધારિત ત્રણ વીજ પ્રોજેક્ટ માટે હતો. જે અંતર્ગત કોલસાની ખરીદી માટે ચાર પાવર પરચેઝ કરાર કરવામાં આવ્યા હતા. તે અન્વયે કોસ્ટલ ગુજરાત પાવર લી. સાથેનો કરાર હિસ્સેદારી ધરાવતા અન્ય રાજ્યોની સહમતી ન હોવાના કારણે સહી કરાયો નહોતો.

એસ્સાર પાવર સાથેનો કરાર પણ કાર્યરત થયો નથી
ઈલેક્ટ્રીસીટી
બીજી તરફ એસ્સાર પાવર ગુજરાત લી. સાથેના કરારને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા શરતી મંજુરી આપવામાં આવી હતી અને શરતી મંજૂરી સામે એસસારે એપટેલ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી હોવાથી આ કરાર પણ કાર્યરત થયો નથી. અદાણી પાવર સાથે થયેલ સપ્લીમેન્ટલ કરારમાં પણ 1-12-2018ના ઠરાવમાં એવી જોગવાઇ હતી કે પાછલા સમયગાળાનું નુકશાન પ્રોજકેટ ડેવેલોપર દ્વારા ભોગવવાનું રહેશે.

અદાણી દ્વારા આ શરતનો ભંગ થતતા તેની સાથેનો કરાર રદ કરવા માટે જી.યુ.વી.એન.એલ. દ્વારા કેન્દ્રીય વીજ નિયમન આયોગમાં પિટિશન કરવામાં આવી છે અને તે પેન્ડિંગ છે. જેથી આ કોઇ કંપનીઓને જૂના ઠરાવ મુજબ ટેરીફ મળવાપાત્ર નથી. આ ઠરાવ રદ કરી સરકારે 12-6-2020ની નવી માર્ગદર્શિકાનો અમલ શરૂ કર્યો છે.

Leave a Response

error: Content is protected !!