વિકાસની વાત

વર્લ્ડ કપ 2019ઃ પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીનો થયો ડોપ ટેસ્ટ

114views

વર્લ્ડ કપમાં એકમાત્ર ભારતીય ટીમ છે જેણે હજુ સુધી એકપણ મેચ રમી નથી. આ પહેલા જ ભારતીય ટીમનાં દિગ્ગજ અને નંબર વન બોલર જસપ્રીત બુમરાહનો ડોપિંગ ટેસ્ટ થયો છે. પાંચ જૂનના દિવસે સાઉથ આફ્રિકાની સામે ભારતની પહેલી મેચ છે એ પહેલા જ યુવા બોલર જસપ્રીત બુમરાહનો ડોટ ટેસ્ટ થયો છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે જ્યારે ઈન્ડિયાની ટીમ સાઉથૈમ્પટનમાં પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ડોટ કંટ્રોલના એક અધિકારી ડોપિંગ ટેસ્ટ માટે જસપ્રિત બુમરાહને લેવા આવ્યા હતા. જો કે નિયમો પ્રમાણે આઈસીસી ઈવેન્ટ વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી20 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ટીમના કોઈ પણ ખેલાડીનો ડોપિંગ ટેસ્ટ કરી શકાય છે. ત્યારે આ વખતે ડોપિંગ ટેસ્ટ યુવા બોલર જસપ્રિત બુમરાહનો કરવામાં આવ્યો છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, આ ટેસ્ટ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) દ્વારા કરવામાં આવે છે. બે રીતે આ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં પહેલા યૂરિન ટેસ્ટ અને 45 મિનિટ બાગ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. બુમરાહનો પણ આ રીતે ટેસ્ટ કરવામાં આવ્યો છે. અને બીસીસીઆઈએ આ વાતને સમર્થન પણ આપ્યું છે. પણ બીજા ભારતીય ખેલાડીનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે કે નહિ તે વાતની હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

ઈંગ્લેન્ડ એન઼્ડ વેલ્સમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2019માં યુવા ખેલાડી જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો હુકમનો એક્કો છે. તેમજ આઈસીસી વનડે બોલિંગ રેન્કિંગમાં નંબર વન બોલર જસપ્રિત બુમરાહ છે અને આઈપીએલ 2019માં મુંબઈ માટે શાનદાર પ્રર્દશન કર્યુ હતું. જસપ્રીત બુમરાહ માટે આ પહેલો વર્લ્ડ કપ છે. અને આઈસીસીની ત્રીજી ઈવેન્ટમાં તે રમતો જોવા મળશે. જો કે આ પહેલા બુમરાહ 2016માં ટી20 વર્લ્ડ કપ અને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફિ રમી ચૂક્યો છે.

Leave a Response

error: Content is protected !!