રાજનીતિ

આ રક્ષાબંધને છે ભદ્રા જે માનવામાં આવે છે અશુભ,રાખડી બાંધવાનો શુભ સમય જાણો

1.28Kviews

શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે.જો કે રોગના આપત્તિકાળમાં આવનારી રક્ષાબંધન ખાસ કરીને ભાઇની રક્ષા કરે તે અનિવાર્ય છે. સાથે ચંદ્રના સોમવારે આવતી રક્ષાબંધન ભાઇબહેનના સંબંધો વધુ સૌમ્ય બનાવી ખીલવી જશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે . તેથી,તે પૂર્ણ થાય પછી જ બહેને ભાઈના કાંડા પર બાંધવી જોઈએ.

આ વર્ષે 3 ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધનનું શુભ મુર્હત છે.જેથી ભાઈની રક્ષા થાય અને ભાઈ કુશળ રહે તેવી બહેનની કામના પૂર્ણ થાય અને બહેન ભાઈનો પ્રેમ પણ વધુ અતૂટ રહેશે.

રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ

  • સવારે 9.29 થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું
  • બપોરે 12.19 થી 13.13 મિનિટ અભિજિત મુહૂર્ત
  • બપોરે 2.24 થી 4.02 મિનિટ શુભ ચોઘડિયું
  • બપોરે 4.02 થી 5.40 મિનિટ લાભ ચોઘડિયું
  • સાંજે 5.40 થી 7.19 અમૃત
  • સાંજે 7.19 થી 8.40 ચલ ચોઘડિયું

Leave a Response

error: Content is protected !!