Corona Update

કોરોના સંક્રમણને અટકાવવા સુરત મનપાએ બનાવી આ રણનીતી

352views

સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે.સંક્રમણ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ કરતા સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.ત્યારે સુરત મનપાએ આ અંગે રણનીતિ બનાવી છે.
કંટ્રોલ કરવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

  • હવે પાલિકાએ દરરોજ 5 હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
  • જે વ્યક્તિઓને તાવ, શરદી, ઉધરસ હોય તેવા વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જો મનપા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવશે તો કેસ પણ વધશે તેવી શક્યતા છે.

સુરત મહાનગર પાલિકાએ કોરોના ચેપના શરૂઆતી લક્ષણોના આધારે દર્દી તથા તેમના પરિવારજનોને હોમ આઈસોલેશન કરીને ચેપનો ફેલાવો અટકાવવા માટે રણનીતિ બનાવી છે.

ટેસ્ટ વધારશે તો કેસો વધવાની પણ સંભાવના:

જો મનપા દરરોજ 5 હજાર રેપીડ ટેસ્ટ કરે તો 500 પોઝિટિવ કેસ આવે તેવી શક્યતા છે. આ માટે સુડા ખાતે પાલિકાના કમિશનર અને જીઆડીસીના મેનેજિંગ ડિરેક્ટર એમ. થેનારાશન વચ્ચે બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં એઆરઆઈના તમામ કેસોનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલિકા દરરોજ 1500-1700 રેપીડ ટેસ્ટ કરતું હતું.

Leave a Response

error: Content is protected !!