રાજનીતિ

ગીરમાં વનરાજા પર આફત : 24 કલાકમાં 4 સિંહના મૃતદેહ મળતા વનવિભાગ ચિંતાંમાં…

305views

એશિયાટિક સિંહોના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ સિંહોની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે. એશિયાટિક સિંહો પર ફરી આફત આવી કે શું? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. કારણ કે ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે.  તેમજ સાવરકુંડલાના મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. એક જ દિવસમાં સિંહોના ચાર-ચાર મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. 

સિંહોના મોતનું કારણ અકબંધ

રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 24 કલાકમાં ચાર-ચાર સિંહોના મોતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે. તેમજ સિંહોના મોતનું કારણ પણ અકબંધ છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Response

error: Content is protected !!