વિકાસની વાત

આજે મળો માત્ર 3 વર્ષની મલ્ટિ ટેલેન્ટેડ અંશી મહેતાને, જે જોયા વગર બોલે છે શ્લોક અને રાષ્ટ્રગાન

138views

તમને સાંભળીને આશ્ચર્ય થશે કે અંશી જે હજુ શાળાએ પણ નથી જતી ત્યારથી સડસડાટ  શ્ર્લોક,રાષ્ટ્રગીત અને ગુજરાતી કવિતા બોલે છે. એટલુ જ નહિ પણ પીએમ મોદીની  સૌથી નાનકડી ફેન પણ અંશી જ છે કારણ કે મોદી વિશે અંશી ખાસ કવિતા પણ બોલે છે. આપણા માટે ગર્વની વાત છે કે અનોખું ટેલેન્ટ ધરાવતી અંશી ગુજરાતમાં છે.

ત્રણ વર્ષની ઉંમરે બાળક સ્કૂલનું પગથીયું પણ ચડતુ નથી ત્યારે ત્રણ વર્ષની અંશી ઉદીત મહેતા ગાયત્રી મંત્રી બોલે છે અને સાથે એક્ટિંગ પણ કરે છે. તે સિવાય અંશી દેશનું રાષ્ટ્રગીત જોયા વગર ગાય છે જે સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. આટલી નાની ઉંમરમાં તે એક્ટિંગ પણ કરે છે.  અંશીનું ટેલેન્ટ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

જે ઉંમરમાં બાળકો રમતા હોય છે તે ઉંમરમાં માત્ર ત્રણ વર્ષની અંશી મહેતા જોયા વગર ગાયત્રી શ્લોક સિવાય બીજા ઘણા શ્લોક પણ બોલે છે. અને તેને બધાની સાથે વાત કરવાનું પણ બહુ ગમે છે.  આ સિવાય કવિતા અને વાર્તા પણ બોલે છે.

તેમજ ફિલ્મોના ડાયલોગ પણ બોલે છે. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે, તેને નરેન્દ્ર મોદી વિશે પણ કવિતા જાતે લખી છે અને જોયા વગર બોલે છે ‘મોદી હે તો મુમકિન  હે’ નામની કવિતા બોલીને બધાના દિલ જીતી લીધા છે આ નાનકડી પરીએ.

આજે પણ ઘણા લોકોને રાષ્ટ્રગીત એક સાથે નથી બોલી શકતા ત્યારે અંશીનું આ ટેલેન્ડ મંત્રમુગ્ધ કરે તેવું છે, આટલી નાની ઉમરમાં કોઈ કેવી રીતે યાદ કરી શકે આટલુ બધું. અંશીની આ કુદરતી બક્ષિસ છે સાથે તેના માતા-પિતા અંશીને હંમેશા મદદ કરતા રહે છે. આજે ઘણા માતા-પિતા  દિકરીને સ્વતંત્રતા આપતા ખચકાય છે ત્યારે અંશીના માતા-પિતા પાસેથી શિખવા જેવુ છે કે દિકરી ફુલની જેમ છે તેને બાંધી ન શકાય ખીલવા દેવાઈ..

 

Leave a Response

error: Content is protected !!