Corona Update

PMcaresમાંથી દેશને મળ્યા 50 હજાર વેન્ટિલેટર, 2 હજાર કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે અપાયા..

1.74Kviews

મગ્ર દેશ હાલમાં કોરોના (Coronavirus)ની મહામારી સામે લડી રહ્યો છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોના (COVID-19)ના ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર (Ventilator) ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM Cares Fundમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.

  • અત્યાર સુધી દેશમાં હતા માત્ર 47 હજાર વેન્ટિલેટર
  • 70 વર્ષમાં દેશમાં 47 હજાર જ વેન્ટિલેટર હતા
  • મોદી સરકારે પીએમ કેર પંડમાંથી એક જ ઝાટકે 50 હજાર વેન્ટિલેટર આપ્યા

CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિને રજૂ કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. તેની સામે દેશને એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર્સ મળતાં કોરોના સામેની લડાઈ વધુ મજબૂતાઈથી લડી શકાશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિન્સટન યુનિવર્સિટી (Princeton University)ના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP)ના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM Cares Fundsના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.

Leave a Response

error: Content is protected !!