રાજનીતિ

ગુજરાતની જનતાને મોટો ફાયદો, ભાજપાનો આજ સુધીનો સૌથી મોટો નિર્ણય… આ લોકોને ટિકિટ નહિ આપે

537views

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે  ટિકિટોને લઈને મહત્વપુર્ણ જાહેરાત કરી છે. જે આજ સુધીની ભાજપાની મોટી જાહેરાત છે. ગુજરાતની જનતાને યુવા અને યોગ્ય નેતા મળશે. પરિવારવાદનો ખાત્મો કરવા ભાજપાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પાટીલે જણાવ્યું કે

  • 60 વર્ષથી ઉપરના વ્યક્તિને ભાજપની (Gujarat BJP) ટિકિટ આપવામાં આવશે નહીં.
  • 3 ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને પણ ભાજપ ટિકિટ નહીં આપે. 
  • હોદ્દેદારો અને આગેવાનોના કોઈપણ સગાને ટિકીટ નહીં આપવામાં આવે.

પાર્લામેન્ટ્રી બોર્ડમાં લેવાયા નિર્ણય

આજે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

Leave a Response

error: Content is protected !!