વિકાસની વાત

આજ રોજ રૂપાણી સરકારને 3 વર્ષ પુર્ણ, સમગ્ર દેશમાં ગુજરાત મોખરે

73views

વિજય રૂપાણી સરકારે આજ રોજ 3 વર્ષ પુર્ણ કર્યા છે આ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ ભરમાં ગુજરાત રાજ્યનુ નામ પ્રથમ હરોળમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાતનો ખુબજ વિકાસ થયો છે. ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં 1247 પ્રવાસો યોજ્યા અને અન્ય રાજ્યોમાં 131 પ્રવાસો કર્યા છે. ત્યારે ગુજરાતમાં 2.60 લાખ કિલોમીટર અને રાજ્ય બહાર 1.70 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. ત્રણ વર્ષમાં કુલ ૨૧૦૪ કાર્યક્રમો યોજી 2.40 કરોડ લોકોનો સીધો સંપર્ક કર્યો હતો.

સરકાર દ્વારા 981 બેઠકો યોજીને 600 ઉપરાંત જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનો પરિણામલક્ષી અમલીકરણ કરવામાં આવ્યુ. જનહિત કાર્યકરવા માટે અન્ય રાજ્યના મંત્રીશ્રીઓ,  મુખ્યમંત્રીશ્રીઓ,  કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિદેશી પ્રતિનિધિ મંડળો,  ઉદ્યોગપતિઓ,  ધારાસભ્યો,  સંસદસભ્યો,  બિનનિવાસી ભારતીયો,  પ્રબુદ્ધો, મહાનુભાવો વગેરે 2364 જેટલા મુલાકાતીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી છે.

ગુજરાત પ્રથમ ક્રમે

 1. એવરેજ ગ્રોથ રેટમાં અને ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં પ્રથમ
 2. 10% બિનઅનામતનો અમલ કરવામાં પ્રથમ
 3. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો અમલ કરવામાં પ્રથમ
 4. કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનાનાં અમલ કરવામાં પ્રથમ
 5. કેન્દ્ર સરકારની શ્રમયોગી માનધન યોજનાનાં લાભ મેળળવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ
 6. કપાસ, મગફળી, રાયડો, ચણા, તુવેર, અડદનું દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય છે
 7. દિવેલા, ભીંડા, આદું, હળદર, જીરું, પપૈયા ચીકુનું દેશમાં વાવેતર-ઉત્પાદન કરવામાં પ્રથમ
 8. 135.69 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન
 9. ખેડૂતોને વીજબીલની ઈલેક્ટ્રીસિટી ડ્યુટીમાંથી માફી આપ નારુ પ્રથમ
 10. છેલ્લા ત્રણ વર્ષમાં મહિલા રોજગાર મેળા યોજીને મહિલાઓના સશક્તિકરણનું અદ્દભૂત કાર્ય કર્યું છે
 11. ગુજરાતના ત્રણ શહેરો દેશનાં ટોપ-ટેન સ્માર્ટ સીટીમાં સ્થાન ધરાવે છે
 12. તમામ જિલ્લાઓમાં સિટી ગેસનાં વિતરણ માટેની અધિકૃત મંજૂરી મળેલી છે
 13. દિવ્યાંગો માટે પોલીસી બનાવવાનું આયોજનમાં પ્રથમ
 14. ૧૦.૪ ટકાનાં વિકાસ દર ઉપરાંત ૨૦૧૭-૧૮માં ૧૧.૨. ટકાનાં હાઈ ગ્રોથ રેટ સાથે પ્રથમ
 15. કુલ ઘરેલું ઉત્પાદનનાં વૃદ્ધિદર તથા અર્થતંત્રનાં વ્યવસ્થાપન મામલે પ્રથમ
 16. સૌથી વધુ રોજગારી તથા સૌથી ઓછી રાજકોષીય ખાધમાં પ્રથમ
 17. દિવ્યાંગ નિગમ, યોગ આયોગ, બિન અનામત આયોગની રચનામાં પ્રથમ
 18. કોમ્પ્યુટરાઈઝડ કેસ મોનીટરીંગ સીસ્ટમ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ
 19. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ
 20. યુવાનો, મહિલાઓ અને અનુસૂચિત જાતિનાં લોકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં પ્રથમ
 21. સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ
 22. કો-પ્રોસેસિંગ દ્વારા વેસ્ટનો નિકાલ કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ
 23. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અને પ્રમોશન મંત્રાલયનાં સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2018માં પ્રથમ
 24. કૃષિ ક્ષેત્રે વીજ પૂરવઠો પૂરો પાડવામાં સમગ્ર દેશમાં પ્રથમ
 25. સ્વચ્છ ગ્રામીણ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પ્રથમ
 26.  નેશનલ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૬.૮ ટકાનાં યોગદાન સાથે સમગ્ર દેશમાં પ્રથમ
 27. નીતિ આયોગનાં કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષ-૨૦૧૮માં સમગ્ર દેશમાં પ્રથમ
 28. જીએસટીનાં સૌથી વધુ યોગદાનમાં સમગ્ર દેશમાં પ્રથમ
 29. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સમગ્ર દેશમાં પ્રથમ
 30. દેશમાં ૩૦ કિમીની ત્રિજ્યામાં સૌથી વધુ ડાયાલિસીસ સેન્ટર ગુજરાતમાં છે
 31. વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે
 32. વિશ્વમાં ક્યાંય ન હોય એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ગાંધી મ્યુઝીયમ અને વર્લ્ડ ક્લાસ ગાંધી એક્ઝિબિશન ગુજરાતમાં છે
 33. ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ ગુજરાતમાં છે

Leave a Response

error: Content is protected !!