રાજનીતિ

‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા મોદી સરકાર સ્વદેશી કંપનીઓ પાસેથી રૂ. 3,300 કરોડના ખરીદીશે સંરક્ષણ ઉપકરણો

121views

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૪માં ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ લોન્ચ કરતાં દેશના ઉત્પાદન ક્ષેત્રની સાથે-સાથે અન્ય ક્ષેત્રોને પણ બળ મળ્યું છે. ત્યારે સંરક્ષણ ક્ષેત્રે પણ ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે રૂ .3,300 કરોડના દેશી સંરક્ષણ ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી DAC કમિટીએ મંજૂરી આપી દીધી છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ભારતીય ઉદ્યોગો દ્વારા સ્વદેશી સ્તરે ડિઝાઇન કરાયેલા ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જે ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે તેમાં થર્ડ જનરેશન એન્ટી-ટેન્ક ગાઇડ મિસાઇલો (એટીજીએમ), ટી-72 અને ટી-90૦ ટેન્ક માટે ઓક્સિલરી પાવર યુનિટ (APU)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “બંને પ્રોજેક્ટ્સ મેક -2 કેટેગરી હેઠળ આગળ વધશે, જેના કારણે ખાનગી ક્ષેત્રમાં સ્વદેશી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે.” આટલું જ નહીં, આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા અને સંરક્ષણ નિકાસને વેગ આપવા સંરક્ષણ દળો ઘરેલું સંરક્ષણ ઉદ્યોગના પ્રોત્સાહિત કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!