Corona Update

શ્રમિકો માટે સૌથી વધુ ટ્રેન ચલાનવારુ પહેલું રાજ્ય બન્યુ ગુજરાત, 29 હજાર ગુજરાતીઓને પરત પણ લવાયા

પ્રતિકારાત્મક
1.46Kviews

પોતના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં 67 ટ્રેનોના માધ્યમથી 80400 જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. આજે વધુ 34 ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી 12, અમદાવાદ અને વિરમગામથી 3-3, રાજકોટથી 2, મોરબીથી 3, વડોદરાથી 3, જામનગરથી 2, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

હજારો ફસાયેલા ગુજરાતીઓની ચિંતા કરતી સરકાર

ગુજરાતના જે લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવ્યા છે.  મહારાષ્ટ્રમાંથી 15 હજાર લોકો પરત ફર્યા છે, જ્યારે ગુજરાતના ફસાયેલા લોકોને પરત લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ખુબ જલ્દીથી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પરત લવાશે. તેમને અત્યાર સુધી ગુજરાતના લોકોને બીજા રાજ્યોમાંથી પરત લાવવાના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાનથી 4252 લોકોને પરત લવાયા છે. જેના માટે અલગ – અલગ ટ્રેન રવાના કરાઈ હતી. દરેક ટ્રેનમાં 1200 મુસાફરોને રખાય છે.

Leave a Response

error: Content is protected !!