જાણવા જેવુ

ફાધર્સ ડે : દરેક બાળક માટે પિતા ‘સર્વશ્રેષ્ઠ હીરો’ હોય છે

123views

ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ?

દરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું હોય છે એ નીચેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.હાથના પંજામાં જેમ અંગુઠા વિના ચાલે નહી એવું જ ઘરમાં એક પિતાનું સ્થાન હોય છે.તમારી ઉમર પ્રમાણે આમાંથી કોઈપણ એક કામ તમે તમારાં પિતાજી માટે કરશો તો તેમને ખૂબ ખુશી મળશે અને તેઓ બધું ભૂલીને તમને પ્રેમથી ભેંટી પડશે. પરંતુ પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. દરેક દીકરી માટે તેના પિતા હિરો હોય છે અને એક સારા મિત્ર પણ.

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.

-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.

-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.

-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.

Leave a Response

error: Content is protected !!