જાણવા જેવુ

હિંદુ પંચાગ મુજબ આજથી શરૂ જેઠ માસ, જાણો શાસ્ત્રો મુજબ જયેષ્ઠનું મહત્વ

145views

હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસ આજથી  શરૂ થયો છે. જેઠ માસ સુર્ય અને ચંદ્ર સાથે જોડાયેલો છે. જેઠ મહિનાની પુર્ણિમાંના દિવસે ચંદ્ર જયેષ્ઠ નક્ષત્રમાં પ્રવેશે છે, જેથી આ મહિનો જયેષ્ઠ માસથી પણ ઓળખાય છે. જેઠ મહિનામાં સુર્યનો પૃથ્વી પર સૌથી વધુ પ્રભાવ હોય છે આથી સુર્ય પુજાનું ખાસ મહત્વ છે.. આ મહિનામાં જળને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા તહેવારો અને વ્રત કરવામાં આવે છે.

જેઠ મહિનામાં શું કરવું ?

શાસ્ત્રો કહે છે જેઠ મહિના દરમિયાન પાણીનું દાન કરવું જોઈએ. પાણીનો વ્યય ન કરવો જોઈએ. જેઠ મહિના દરમિયાન નદી,નાળા સુકાઈ જાય છે પરિણામે પાણીનો સમજીને ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત છોડ પણ સુકાઈ જાય છે આથી જેઠ મહિનામાં છોડને દિવસમાં બે વખત પાણી આપવાથી પુણ્ય મળે છે. પાણી,માટલુ,પરબ બંધાવવું વગેરે પાણીનું દાન જેઠ મહિનામાં કરવુ હિતાવહ છે.

જેઠ મહિનામાં સુર્ય અને વરુણ દેવની પુજા થાય છે. રોજ સવારે વહેલા ઉઠીને સુર્યદેવને તાંબાની લોટીમાં અર્ધ્ય ચડાવવું જોઈએ. આ ઉપરાંત જેઠ મહિનામાં દિવસે ન સુવુ જોઈએ. બપોરે સુવા કરતા ઘરમાં કે ઓફિસમાં કામ કરવું હિતાવહ છે.

જેઠ મહિનાના તહેવારો :

મહિનામાં ભીમ અગિયારશનું વ્રત રાખવામાં આવે છે. જેને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પવિત્ર નદિમાં સ્નાન કરવાનું મહત્વ છે.. જેઠ મહિનાની પૂનમે દાન અને ગંગા સ્નાનું મહત્વ છે. તેનાથી અનેક ગણું ફળ મળે છે. 13જુનના દિવસે ભીમ અગિયારસ છે. જેઠ મહિનામાં ગાયત્રી જયંતિ, શનિ જયંતિ  અને વડ સાવિત્રીનું વ્રત પણ આવે છે. જેઠ મહિનો પુરા થતા વરુણ દેવ દર્શન જરૂર આપે છે તેવું લોકોનું માનવું છે.

Leave a Response

error: Content is protected !!