જાણવા જેવુરાજનીતિ

વડાપ્રધાને રાંચીમાં કર્યા યોગ, PM મોદી સાથે યોગ કરતાં દેખાયા ‘મોટુ પતલુ’

176views

પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. અહીં પ્રભાત તારા મેદાનમાં તેમણે કહ્યું હતું, યોગ અનુશાસન છે, સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખૂબ પાર છે. યોગ બધાના છે અને બધા યોગના છે. આજે વડાપ્રધાન મોદીએ 40,000 લોકો સાથે પ્રભાત તારા મેદાનમાં યોગ કર્યા હતા.

ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં આજે યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદામાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યા. આ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં.

આ દરમિયાન મોટી સંખ્યમાં લોકો ત્યાં ઉપસ્થિત હતાં. આ યોગાભ્યાસનું સૌથી મોટું કેન્દ્ર લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર મોટુ પતલુ રહ્યાં હતાં.આ યોગાભ્યાસનું સૌથી મોટું કેન્દ્ર લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર મોટુ પતલુ રહ્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ 35,000 લોકોથી વધુ સાથે રાંચીમાં યોગ કર્યા હતા. વડાપ્રધાન ગુરુવારે રાતે જ રાંચી પહોંચી ગયા ગતા. મોદી સાથે યોગ કરવા માટે 40,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સંખ્યા વધારે થઈ જવાના કારણે અંતે 12,000 લોકોને નજીક આવેલા મેદાનમાં યોગની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે રોહતકમાં યોગ અભ્યાસ કર્યો.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ પરિસરમાં યોગ અભ્યાસ કર્યો.

મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી

પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદીએ દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું, યોગ અનુશાસન છે, સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ. યોગ ઉંમર, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખૂબ પર છે. યોગ સૌનાં છે અને સૌ યોગના છે.

આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.’આ વર્ષની યોગની થીમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ‘ક્લાઈમેટ એક્શન’ રાખવામાં આવી છે. ભારતમાં યોગ દિવસ ‘યોગા ફોર હાર્ટ’ના સ્લોગન સાથે ઉજવવામાં આવનારો છે.

Leave a Response

error: Content is protected !!