રાજનીતિ

આજે મહારાષ્ટ્રમાં ગુંજશે પીએમ મોદીનો અવાજ, કરશે ચૂંટણી પ્રચાર

94views

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. જલગાંવ અને સકોલીમાં ચૂંટણીસભાને પીએમ મોદી સંબોધિત કરશે. પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે અને કહ્યું કે એનડીએ રાજ્યની સેવા માટે વધુ પાંચ વર્ષ માંગે છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21ઓક્ટોબરે મતદાન થવાનું છે જ્યારે પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ મોદી કુલ 4 દિવસમાં 9 જનસભાને સંબોધિત કરવાના છે. જેમાં વિદર્ભ, કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 16 ઓક્ટોબરે પીએમ અકોલા, પરતૂર અને એરોલીમાં સભા સંબોધશે.
  • 17 ઓક્ટોબરે પંકજા મુંડેની પરલી વિધાનસત્રામાં અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેને માટે લોકસભા સીટ સતારામાં જનતાને સંબોધિત કરશે.
  • 18 ઓક્ટોબરે રાજ્યમાં પીએમ મોદીની મુંબઈના પુણેમાં કોથરુડમાં જનસભા યોજાશે. આ સભા ભાજપ- શિવસેનાની સંયુક્ત સભા હોઈ તેમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રહેશે હાજર.

Leave a Response

error: Content is protected !!