જાણવા જેવુ

જન્મજયંતિ : ભારત માતાના વીર સપુત રામ પ્રસાદ બિસ્મિલ વિશે આ વાત તમને નહિ ખબર હોય

413views

રામ પ્રસાદ બિસ્મિલ મોટા કવિ અને શાયર પણ હતા. તેમણે ઉર્દુ અને હિંદીમાં અજ્ઞાત, રામ અમે બિસ્મિલ નામથી કવિતાઓ લખી પરંતુ તેઓ પ્રસિદ્ધ બિસ્લિમલ કલમી નામથી થયું. સરફરોશી કી તમન્ના જેવા ગીતો તેમણએ લખ્યા હતા. જેમાં દરેક ભારતીયનાં હૃદયમાં સ્થાન બનાવ્યું. તેમણે હિંદીથી બંગાળીમાં અનુવાદનું કામ પણ કર્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલા કામોમાં બોલ્શેવિક પ્રોગ્રામ, અ સૈલી ઓફ ધ માઇન્ડ, સ્વદેશી રંગ અને કેથરિનનો સમાવેશ થાય છે.ઋષિ અરબિંદોની યૌગિક સાધનાનું રામ પ્રસાદે અનુવાદ કર્યો હતો. તેમનાં તમામ કામને સુશીલ મેલા નામની સીરીઝમાંપ્રકાશિત કરવામાં આવી છે. 

બિસ્મિલ આર્ય સમાજન સાથે જોડાયેલા હતા. જ્યા તેમને સત્યાર્થ પ્રકાશ નામના પુસ્તકથી પ્રેરણા મળી. સત્યારથ પ્રકાશને સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું હતું. પોતાનાં ગુરૂ અને આર્ય સમાજનાં પ્રચારક સ્વામી સોમદેવના માધ્યમથી તેમનો લાલા હરદયાસ સાથે સંપર્ક થયો હતો. તેઓ હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન નામના ક્રાંતિકારી સંગઠનના સંસ્થાપક સભ્ય છે. 

જેલ રેકોર્ડસ અનુસાર બિસ્મિલે ગોરખપુર જેલમાં ઘણા પત્ર લખ્યા. ફાંસીના ત્રણ દિવસ પહેલા તેમણે પોતાની માં અને મિત્ર અશફાકઉલ્લાહ ખાનને પત્ર લખ્યો. તેમની માંને પત્રમાં પોતાની ફાંસી મુદ્દે સાંત્વના આપી હતી. તેમણે પોતાની માંને અફસોસ નહી કરવા માટે ક્હ્યું હતું. તેમણે લખ્યું હતું કે આાખો દેશ તેમને યાદ કરશે. તેમણે માં ને પ્રાર્થના કરવા માટે કહ્યું જેથી પોતાનું જીવન માતૃભુમિને સમર્પીત કરી શકે. અશફાકઉલ્લાહ ખાનને લખેલા પત્રમાં તેમણે પોતાના ભાઇ અને લેફ્ટિનેંટ ગણાવ્યો હતો. તેમણે અશફાકને લખેલા પત્રના અંતમાં શેર  લખ્યો કે ‘असगर रहीम इश्क में हस्ती ही जुर्म है, रखना कभी न पांव यहां सर लिए हुए।’

ફાંસી આપતા પહેલા જ્યારે તેમને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું કે હું બ્રિટિશ શાસનનો અંત જોવા માંગુ છું.ત્યાર બાદ તેમણે વૈદિક મંત્રના ઉચ્ચાર સાથે વિરતા પુર્વક હસ્તા મોઢે અંતિમ શ્વાસ લીધા.

Leave a Response

error: Content is protected !!