વિકાસની વાત

વિશ્વ પર્યાવરણ દિવસઃCM રૂપાણીએ કર્યો 50 ઇ-રિક્ષાનો આરંભ,સાબરમતી નદીનું શરૂ કર્યુ સફાઈ અભિયાન

192views

આજે 5 જૂન બુધવાર વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં 10 કરોડ વૃક્ષો વાવવશે અને ગુજરાતને હરિયાળુ બનાવશે. તેમજ વિશ્વ પર્યાવરણ અને સ્વચ્છતાને લઈને મેયર બિજલ પટેલ અને મ્યુનિ.કમિશનર દ્વારા સ્વચ્છતા અંગે અભિયાન હાથ ધરશે.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અને મુખ્યમંત્રી રૂપાણીએ શહેરને સ્વચ્છ અને બનાવવા અને હરિયાળુ બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં 50 ઈ-રિક્ષાનો આરંભ કર્યો. જે અમદાવાદના અલગ અલગ વોર્ડમાં ફરશે. અમદાવાદને સ્વચ્છ રાખવા માટે દેશમાં પહેલી વખતે મુખ્યમંત્રીએ આજે 50 ઈ-રિક્ષા શરૂ કરી. તેના પછી વિજય રૂપાણી સાબરમતીને સ્વચ્છ કરવા માટે નદીના પટમાં ઉતરીને સફાઈ અભિયાન શરૂ કર્યું.

પ્રદૂષણ અટકાવવું, સ્વચ્છતા જાળવવી, નદીઓનું શુધ્ધિકરણ એમ સહિયારા પ્રયાસોથી પર્યાવરણની જાળવણી કરી શકાશે. અમદાવાદના નદીના શુધ્ધિકરણ અને વૃક્ષારોપણના મહાઅભિયાનમાંથી સમગ્ર રાજ્યના શહેરો પ્રેરણા લેશે. પાણીમાં જીવ અને છોડમાં રણછોડની આપણી સંસ્કૃતિ રહી છે. સમષ્ટી આખીનો વિકાસ આપણે કરવો છે.

આજે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને મુખ્યમંત્રીના હસ્તે 4 અભિયાન શરૂ થયા. જેમાં 10 થી 20 બજારો નાગરિકો સ્વચ્છ અભિયાનમાં જોડાયા. સ્વચ્છતા અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ 10થી વધારે પોઈન્ટ પર મેડિકલ ટીમ તૈનાત છે. ગાંધી આશ્રમથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું. તેમજ શહેરમાં 15 લાખ વધારે વૃક્ષો રોપાયા.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નદીના તટ પર ઘણા ઐતિહાસિક સંકલ્પો લેવાયા હતા અને આ નદીને સ્વચ્છ કરી આપણે ઇતિહાસ રચી વિશ્વને પ્રેરણાદાયી બની રહીશું.

આજે નદીઓની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ દિવસ છે, ત્યારે મહાનગરપાલિકા અને આ મહાયજ્ઞમાં જોડાયેલા નગરજનોને અભિનંદન પાઠવી અવિરત આ યજ્ઞ ચાલુ રાખવા આહવાન આપ્યું હતું. આજથી પ્રારંભાયેલો આ મહાયજ્ઞ આગામી તા. 9મી જૂન,2019 સુધી ચાલુ રહેશે. પરંતુ આ મહાયજ્ઞ અવિરત ચાલુ રહે અને નગરજનો સવાર-સાંજ 1 કલાકનું યોગદાન આપે એવી અપીલ છે.

Leave a Response

error: Content is protected !!