રાજનીતિ

આફતને અવસરમાં… હવે રાજકોટમાં બનશે ચીન જેવા રમકડાં, ચીની રમકડાનું માર્કેટ ધબાય નમ:

1.49Kviews

ચીની રમકડાની ભારતભરમાં ખુબ માંગ છે. ચીનને અબજો રૂપિયા આ રમકડાં દ્વારા મળે છે. હાલ જ્યારે બોયકોટ ચાઈના ચાલી રહ્યુ છે ત્યારે દરેક ઉદ્યોગપતિઓ ચીન કરતા સારી ક્વોલિટી અને સસ્તી વસ્તુ કેમ બનાવવી તેની યોજના બનાવી રહ્યા છે. જેમાં રાજકોટના ઉદ્યોગપતિઓેને મોટી સફળતા મળી છે.

  • રમકડાંના ઉત્પાદન માટે ટેક્નોલોજીનો ઉપયોગ થતા ચીનની સરખામણીએ 15 ટકા કોસ્ટ નીચી આવશે.
  • રમકડાંનું ઉત્પાદન જે મશીનરીથી થાય છે.તેમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં વપરાતા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • મોટા રમકડાંનું ઉત્પાદન થતા બહેનો પણ આત્મનિર્ભર બની છે.
  • આ ઉદ્યોગ થકી રાજકોટ, મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 700 બહેનો રોજીરોટી મેળવી રહી છે.

ઉદ્યોગપતિ અરવિંદભાઇ ઝાલા જણાવે છે કે, કોરોના પછી અને ભારત સાથેના ચીનના સંબંધ બગડ્યા પછી સામાન્ય વ્યક્તિના મેલ આવવાની શરૂઆત થઇ ગઈ હતી. જેઓ પૂછતા હતા કે, અમારે મેડ ઈન ઇન્ડિયાના રમકડાં લેવા છે પણ મળતા નથી. અાથી કહી શકાય કે હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે. ઝડપી ઉત્પાદન થઇ શકે તે માટે નવી મશીનરી વસાવવામાં આવી. કેટલીક મશીનરી તાઈવાનથી મગાવી છે તો કેટલાક પાર્ટસ મોરબીના ઘડિયાળ ઉદ્યોગના વાપરવામાં આવ્યા છે. 

સ્કિલ્ડ લેબરની મદદથી રોજ 15 કલાક રિસર્ચ કર્યું
ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં ચીન સામે ટકી રહેવા માટે સૌથી મોટો પડકાર એ ટેક્નોલોજી અને સ્કિલ્ડ લેબરનો હતો. ચીનમાં કેવી રીતે રમકડાંનું ઉત્પાદન થાય છે તેનું રિસર્ચ કર્યું અને મોટા રમકડાં બનાવવાની શરૂઆત કરી. મોટા રમકડાં બનાવવા એ અઘરું હતું, પણ આ કામ રિસર્ચને કારણે સરળ બન્યું. સ્કિલ્ડ લેબરની મદદથી રોજ 15 કલાક રિસર્ચ કરવામાં આવતું હતું. – અરવિંદભાઇ ઝાલા, ઉદ્યોગપતિ

Leave a Response

error: Content is protected !!