Corona Update

ગુજરાતના વિકાસની ગાડીને ટોપ ગિયરમાં નાંખતા CM રૂપાણી, એક દિવસમાં આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી

2.05Kviews
  • વાહ, વિજયભાઈ વાહ!: એક જ દિવસમાં આઠ ટી.પી. સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી રૂપાણી
  • કોરોનાએ આપેલા કારમા જખ્મો રૂઝાવવા અર્થતંત્ર, માળખાગત સુવિધાઓની ગાડીને ટોપ ગિયરમાં નાંખતા CM રૂપાણી
  • અમદાવાદની પાંચ તથા ગોંડલ, સુરત, વડોદરાની એક-એક TP મંજૂર: વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

રાજ્યનાં સંવેદનશીલ CM વિજયભાઇ રૂપાણીએ સાવચેતી સાથે જનજીવન પૂર્વવત થાય, માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા આવે તે માટે રાબેતા મુજબનું સરકારી કામકાજ શરૂ કરીને એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે. આ ટી.પી. મંજૂર થવાથી માળખાગત સુવિધાઓ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો ઉઘડશે, પાલિકા, મહાનગરપાલિકાઓને જાહેર હેતુ માટે, વિકાસકાર્યો માટે જમીનો મળશે અને અનેક રોજગારીની તકો સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અર્થતંત્રને બેઠું કરવા પાંચ મુદ્દાઓની ફોર્મ્યુલા આપી હતી, જેમાં તેમણે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોક્રેસી, ડિમાન્ડનું મહત્વ સમજાવ્યું હતું, એ અન્વયે જ ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ માટે CM રૂપાણીએ હવે કોરોનાએ આપેલા જખ્મો રૂઝાવવા ગાડીને ટોપ ગિયરમાં નાંખી છે. મુખ્યમંત્રીએ મંજુર કરેલ ટી.પી.સ્કીમ નીચે મુજબ છે.

  • ▪️અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૧૫૪ (સાંતેજ),
  • ▪️નં.૧૨૩/એ (નરોડા),
  • ▪️નં.૧૨૩/બી નરોડા
  • ▪️પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫)
  • ▪️ ફાયનલ ટી.પી.નં.૩ (રાણીપ)
  • ▪️ ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.૧,
  • ▪️સુરતની ટી.પી.સ્કીમ નં.૫૭ (ખરવાસા-એકલેરા)
  • ▪️વડોદરાની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા)

Leave a Response

error: Content is protected !!