Corona Update

ટ્રેન ટિકીટ બુકિંગ માટે મોટી રાહત, ઓનલાઈન સિવાય પણ આ સ્થળેથી મળશે ટિકીટ

599views

ટ્રેનની ટિકીટ હુતિંગ કરાવવા માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. ટીકિટ બુકિંગ ઓનલાઈન સિવાય પણ બહારથી મળશે. આ માટે રેલવે મંત્રી પિયુશ ગોયલે જણાવ્યું છે કે ઓનલાઈન સિવાય ટિકિટ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કોમન સર્વિસ સેન્ટરમાંથી પણ હવે રેલવેની ટીકિટ મળી શકશે. જો કે થોડા દિવસોમાં દરેક સ્ટેશનમાંથી પણ ટ્રેનની ટિકીટ મળે તે અંગેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

શું છે કોમન સર્વિસ સેન્ટર?

ભારત સરકારની તરફથી ગ્રામીણ અને દૂર-દૂરના વિસ્તારો જ્યાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ નહોતું, ઇ-સુવિધાઓ પહોંચાડવા માટે કોમન સર્વિસ સેન્ટર્સની સ્થાપના કરાઇ. આ સેન્ટર્સ દ્વારા પબ્લિક યુટિલિટી, સોશિયલ વેલફેર, હેલ્થકેર, ફાઇનાન્સિયલ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર સ્કીમ્સની ડિલિવરી કરાય છે. પ્લાન એ છે કે દેશના દરેક ગ્રામપંચાયતમાં કમ સે કમ એક CSC ચોક્કસ હોય.

રેલવે એ દોડાવી 200 ટ્રેનો

રેલવે એ 100 જોડી ટ્રેન્સની યાદી રજૂ કરી છે જે ઓપરેશનલ હશે. તેમાં દૂરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી, અને પૂર્વા એક્સપ્રેસ જેવી પ્રખ્યાત ટ્રેનો સામેલ છે. આ ટ્રેનોમાં એસી અને નોન-એસી બંને પ્રકારના કોચ હશે. કોઇપણ કોચ અનરિઝર્વ્ડ હશે નહીં. આ ટ્રેનોનું ભાડું સામાન્ય હશે. ગુરૂવાર સવારે આ ટ્રેનોનું બુકિંગ IRCTC પરથી શરૂ કરી દીધું છે. બે કલાકની અંદર 1.5 લાખ ટિકિટો વેચાઇ.

શું છે આ ટ્રેનોમાં મુસાફરી કરવાનો નિયમ?

– રિઝર્વ્ડ જનરલ કોચ માટે સેકન્ડ કલાસમાં બેસવાની સીટનું ભાડું લેવાશે
– એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો વધુમાં વધુ 30 દિવસ રહેશે તથા હાલના નિયમો અંતર્ગત RAC અને વેઇટિંગ લિસ્ટ બનશે
– ટ્રેનો માટે કોઇ અનરિઝર્વ્ડ ટિકિટ રજૂ કરાશે નહીં અને ના તો ટ્રેન પર સવાર થયા બાદ કોઇ ટિકિટ અપાશે
– વેઇટિંગ ટિકિટ ધારકોને ટ્રેનમાં ચઢવાની મંજૂરી મળશે નહીં

ઓનલાઇન આવી રીતે ટિકિટ બુક કરો

IRCTCની વેબસાઇટ (www.irctc.co.in) પર લોગ-ઇન કરો. ત્યારબાદ ‘Book Your Ticket’ પેજ પર જાઓ. કયાંથી કયા સુધી, યાત્રાની તારીખ અને કયા કલાસમાં સફર કરવાનું છે…આ બધી માહિતી ભરો. તમે IRCTCની મોબાઇલ એપથી પણ ટિકિટ બુક કરાવી શકો છો. ટ્રેનની અવેલેબિલિટી અને ભાડુ જાણવા માટે ‘check availability & Fare’ પર ક્લિક કરો. ત્યારબાદ તમે Book Now પર ક્લિક કરીને આગળ વધો. તમારી પાસે પેસેન્જર્સની ડિટેલ્સ માંગવામાં આવશે. ત્યારબાદ પેમેન્ટનો વારો આવશે. ડિફરન્ટ ઓપશન્સમાં તમે પ્રકાર પસંદ કરો અને પેમેન્ટ કરી દો. ટિકિટ બુકિંગનો મેસેજ તમારા દ્વારા આપવામાં આવેલા નંબર પર આવશે. એક ઇમેલ પણ રજીસ્ટર્ડ આઇડી પર મોકલાશે. તમે IRCTCની સાઇટથી ટિકિટ ડાઉનલોડ પણ કરી શકો છો.

Leave a Response

error: Content is protected !!