રાજનીતિ

બગદાદીના મોત બાદ તેના પહેલા નંબરના ઉત્તરાધિકારીને પણ ઠાર મારવા તૈયારી: ટ્રમ્પનો ઘટસ્ફોટ

95views

દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠનનો ચીફ અબુ બકર અલ બગદાદીને અમેરિકન આર્મીએ મોતના ઘાટ ઉતાર્યો છે. જેની માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપી. ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે.ISISના લીડર અબૂ બકર અલ બગદાદીનો ખાત્મો કર્યા પછી તેના પહેલા નંબરના ઉત્તરાધિકારીને પણ ઠાર મારવાની તૈયારી કરી રહી છે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે બગદાદી પછી હવે આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું કે,‘અત્યારે આ વાતની પુષ્ટિ થઈ છે કે બગદાદીનો નંબર વન રિપ્લેસમેન્ટ પણ અમેરિકન આર્મી દ્વારા માર્યો ગયો છે. તે આઈએસનો ચીફ બનવાનો હતો. પરંતુ હવે તેનું મોત થયું છે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ખૂંખાર આંતકી બગદાદી વિરુદ્ધ કરેલા ઓપરેશનની માહિતી આપી હતી અને તેના મોતની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ બગદાદીના વારસદાર વિશે જાણે છે અને તેમની નજર એના ઉપર છે.

રિપોર્ટ્સ અનુસાર બગદાદીનો ઉત્તરાધિકારી અબ્દુલ્લાહ કાર્દશ છે. કાર્દશ પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસેન માટે સેનામાં કામ કરે છે. હવે બગદાદી કોઈપણ ઓપરેશનમાં ભાગ લેતો નહોતો પરંતુ તે આદેશ જ આપે  છે. કાર્દશ જ કમાન સંભાળે છે. ઓગસ્ટમાં એક હવાઈ હુમલામાં ઘાયલ થયા પછી તેણે કમાન કાર્દશને સોંપી હતી.

Leave a Response

error: Content is protected !!