રાજનીતિ

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી.. જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો

992views

રાજ્ય ભરમાં 24 કલાકથી વરસાદની ધઓધમાર બેટિંગ ચાલુ છે ક્યાંય વાવાઝોડા સાથે વરસાદ છે તો ક્યાંક ઝાંપટા પડી રહ્યા છે. અમરેલીમાં નદી-નાળા છલકાયા છે. તો સુરત,વલસાડમાં દરિયો ગાંડો થયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુ વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો

 • બોટાદના ગઢડામાં 89 એમ એમ,
 • અમરેલીના ખાંભામાં 76 એમ એમ, રાજુલામાં 47 એમ એમ, લિલિયામાં 51 એમ એમ,
 • વલસાડના કપરાડામાં 32 એમ એમ,
 • ભાવનગરના જેસરમાં 29 એમ એમ, મહુવામાં 29 એમ એમ, પાલિતાણામાં 35 એમ એમ,
 • તાપીના કુકરમંડામાં 29 એમ એમ, તાપીના નિઝરમાં 28 એમ એમ,
 • રાજકોટના વિછીયામાં 27 એમ એમ, રાજકોટના ગોંડલમાં 24 એમ એમ
 • બનાસકાંઠાના ભાભરમાં 27 એમ એમ,
 • છોટા ઉદેપુરના નસવાડીમાં 27 એમ એમ
 • અમરે લી જિલ્લામાં મેઘ મહેર યથાવત
 • અમરેલીના કુકાવાવમાં વરસાદનું આગમન
 • વડારામાં ધોધમાર વરસાદનું ચાલુ
 • ધારી,બોટાદ,ભાવનગરમાં મેધરાજા વરસી રહ્યા છે.
 • છોટા- ઉદેપુરના બોડેલીમાં વાવાઝોડું સાથે વરસાદ
 • વાવાઝોડાના પગલે કેટલાય વૃક્ષો ધરાશયી થયા

Leave a Response

error: Content is protected !!