Corona Updateરાજનીતિ

રૂપાણી સરકારની કામગીરી અંગે ટ્વિટર પર ટ્રેન્ડ થયું, રૂપાણી સરકારની લોકોએ કરી વાહવાહી

544views

ગુજરાતનાં સંવેદનશીલ, કાર્યદક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા પર વધુ એક મ્હોર લાગી છે. અમદાવાદ. ગુજરાતમાં કોવિડ-19ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે આઇઆઇએમના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં કોવિડ-19ની મહામારી દરમિયાન મુખ્યમંત્રીના નેતૃત્વ પ્રત્યે 80 ટકાથી વધુ લોકોને સંતોષ હોવાનું તારણ બહાર આવ્યું છે. અહેવાલમાં સાર્વજનિક સ્વાસ્થય, કાયદો અને વ્યવસ્થા, વહીવટીતંત્ર સાથે વિવિધ હીતધારકોનો અનુભવ, પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠો જેવી વ્યવસ્થા સરાહનીય હોવાનું જણાવાયું છે. અહેવાલમાં રાજય અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે સરકારે કોવિદ-19 હોસ્પિટલ મારફત 220 બેડ ઉપરાંત સરકારી અને ખાનગી ભાગીદારી મોડલથી દર્દીઓ માટે બેડ ઉભા કરવામાં મદદ મળી છે. કોરોનાને ફેલાતો અટકાવવામાં ધન્વંતરી રથ મારફત આરોગ્ય ચકાસણી માટે મહત્વની બની છે.

Leave a Response

error: Content is protected !!