રાજનીતિ

ટ્વિટરની દાદાગીરી,અમુલે ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર કરવાનું કહેતા એકાઉન્ટ બંધ કરી નાખ્યું..!

1.1Kviews

દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMF- અમૂલ) ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર કરવાની જાહેરાત કરતુ એક ટોપિકલ 3 જુને તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ (@Amul_Coop) પર મુક્યું હતું. ત્યારબાદ 4 જુને મોડી રાત્રે ટ્વિટરે અમૂલનું આ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. બાદમાં અમુલે ટ્વિટરનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરી આ એકાઉન્ટને 5 જુને સવારે ફરી શરુ કરાવ્યું હતું. આ અંગે અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું કે, ટ્વિટરે કોઈ પણ આગોતરી જાણકારી વગર જ અમારા એકાઉન્ટને અમુક કલાકો માટે બંધ કરી દીધું હતું. આ અંગે અમે ટ્વિટરનો સંપર્ક કર્યો હતો પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી કે આમ કેમ કરવામાં આવ્યું?

Leave a Response

error: Content is protected !!