રાજનીતિ

રાહત કામગીરીની આડમાં ગૌમાતાને કતલખાના સુધી લઈ જતા નરાધમો, પોલીસે રંગેહાથે ઝડપ્યા

પ્રતિકારાત્મક ફોટો
787views
  • કોરોના રાહતનું સ્ટિકર લગાવી પશુઓને કતલખાને લઈ જવાતી 2 જીપ ઝડપાઈ
  • વેજલપુર પોલીસે જુહાપુરામાંથી 1 આરોપીની ધરપકડ, અન્ય 3 નાસી ગયા
  • બોલેરોમાંથી 3 બળદ મળી આવ્યા, બહેરામપુરાથી જુહાપુરા સુધી લવાયા હતા
  • બંને જીપ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો ગ્યાસુદ્દીન શેખના ઘર તરફ જતા પોલીસને શંકા ગઇ હતી

અમદાવાદના  બહેરામપુરાથી પાયલોટીંગ સાથે બોલેરો જીપમાં 3 બળદ જુહાપુરા લાવીને ગેરકાયદેસર રીતે કતલ કરવાનું કૌભાંડ વેજલપુર પોલીસે પકડી પાડ્યું હતું.  પોલીસે 2 બોલેરો જીપ તેમજ 3 બળદ કબજે કરી 1 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસને જોઇને 3 આરોપી નાસી છુટયા હતા. જો કે રસ્તામાં પોલીસને શંકા ન જાય અને કોઇ ગાડી ન પકડે તે માટે બંને બોલેરો જીપના કાચ ઉપર ગુજરાતીમાં‘ રાહત કાર્ય માટે ફોર કોરોના વાયરસ ’ અને અંગ્રેજીમાં ‘અવેરનેસ અબાઉટ કોરોના વાયરસ સરોર્ટીંગ ગર્વમેન્ટ ટુસ્ટોપ ધીસ વાયરસ ઈન અવર સ્ટેટ ઓર સીટી’.
વેજલપુર પીઆઈ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું કે, બંને જીપના કાચ ઉપર ‘ કોરોના રાહત કાર્ય ’ ના કોમ્પ્યુટરાઈઝ સ્ટીકર લગાવ્યા હતા. પરંતુ તે બંને જીપ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બો ગ્યાસુદ્દીન શેખના ઘર તરફ જતા પોલીસને શંકા ગઇ હતી. જોકે પોલીસને જોઇને બંને ગાડીઓમાં સવાર 4 માણસ માંથી 3 ભાગી ગયા હતા. જ્યારે મુસ્તુફા મહેબુબ નીલગરને પોલીસે પકડી લીધો હતો. તેમજ 2 બોલેરો જીપ કબજે કરી હતી. જીપમાંથી 3 બળદ જીવતા મળી આવ્યા હતા.

ભાગી ગયેલા ત્રણેય આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમો કામે લાગી
વેજલપુરના પીઆઈ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું કે, હાલમાં 2 બોલેરો જીપ (કિંમત રૂ.6 લાખ), મોબાઈલ ફોન અને 3 બળદ સાથે મુસ્તુફાને ઝડપી લીધો છે, જ્યારે તેના 3 સાગરિતો નાસી ગયા હોવાથી હાલમાં તેમને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગાડવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!