રાજનીતિ

હજુ પણ 2 દિવસ ગુજરાતના માથે લો પ્રેશર યથાવત, જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

352views

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણેક દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને આજે અને કાલે પણ જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ એ દરમિયાન પવનની ગતિ 40 થી 60 km પ્રતિ કલાક રહી શકે છે.

 • હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેશે.
 • જામનગર, દ્વારકા, રાજકોટ, કચ્છ, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ-દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
 • જ્યારે 9 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટશે અને અમુક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના આઠ તાલુકાઓમાં ચાર ઈંચથી લઈને 12 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.

 • આજે જામખંભાળીયામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે.
 • જામ જોધપુરમાં સાત ઈંચ,
 • ભાણવડમાં છ ઈંચ વરસાદ
 • કલ્યાણપુરમાં પોણા પાંચ ઈંચ,
 • માણાવદરમાં સાડા ચાર ઈંચ,
 • કુતિયાણામાં સાડા ચાર
 • રાણાવાવમાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.
 • પોરબંદરમાં પોણા ચાર ઈંચ,
 • જામનગર , ઉપલેટા , દ્વારકા, કાલાવડ અને વંથલી તાલુકામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ
 • મુંદ્રામાં અઢી ઈંચ,
 • જૂનાગઢમાં પોણા બે ઈંચ વરસાદ
 • ધોરાજી, કચ્છના માંડવીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
 • જલાલપોર,મેંદરડા,કેશોદ,ધ્રોલ,જોડીયા તાલુકામાં પણ એક એક ઈંચ વરસાદ
 • જામજોધપુરમાં છ ઈંચ વરસાદ


Leave a Response

error: Content is protected !!