Corona Update

રૂપાણી સરકાર દ્વારા 2500 લોકોને માદરે વતન પહોંચાડાયા, બે વિશેષ ટ્રેન સુરતથી ઓડિસા થઈ રવાના

khabarchhe.com
414views

સુરતમાં રહેતા ઓડિશાવાસીઓ માટે સુરતથી એક ખાસ ટ્રેન ઓડિશા સુધી દોડાવવામાં આવી હતી. પાંડેસરા ખાતે ચેક કર્યા બાદ ઓડિશાવાસીઓને રેલવે સ્ટેશન લઈ જવા માટે બસોમાં બેસાડવામાં આવ્યા હતા. આ માટે 45 જેટલી બસની વ્યવસ્થા કરાઈ હતી.
કોરોના વાઈરસના પગલે દેશમાં
લાખો પરપ્રાંતીયો ગુજરાતના વિવિધ શહેરોમાં ફસાયા છે. આ પરપ્રાંતીયોને માદરેવતન પરત મોકલવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરતાં સ્થાનિક તંત્ર દ્વારા પણ તેની કામગીરી શરૂ કરાઈ હતી. જેના ભાગ રૂપે શનિવારે ગુજરાતમાંથી બે ટ્રેન ઉત્તર પ્રદેશ અને ઓડિશા જવા માટે રવાના થઈ છે. આ બંને ટ્રેનોમાં આશરે કુલ 2500 જેટલા પરપ્રાંતિઓ માદરેવતન જવા માટે રવાના થયા છે. આ બંને ટ્રેનો પૈકી એક ટ્રેન અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી અને બીજી સુરતથી ઉપડી હતી.

Leave a Response

error: Content is protected !!