રાજનીતિ

‘ઉજવલા યોજના’ અમિત શાહે પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું અપાવ્યું ગૌરવ

86views

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ. 500 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. તેમણે તેમના મતક્ષેત્રમાં 1378 કરોડના વિકાસકામો અને 32 હજારથી વધુ લાભાર્થીને લાભ મળવાના છે તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું.ઉજવલા યોજના અંતર્ગત શાહે ગાંધીનગર જીલ્લાની ગ્રામીણ-ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું.

અમિત શાહે ઉમેર્યુ કે, દેશના નાગરિકોને સ્વસ્થ સ્વાસ્થ્ય આપવા માટે મોદી સરકાર દ્વારા અનેક આરોગ્ય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં દેશના કરોડો લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવીને સ્વસ્થ આરોગ્ય મેળવ્યું છે.

અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અગાઉ 70 વર્ષમાં 13 કરોડ ગેસ સિલિન્ડર જ આપ્યા હતા તેમાંથી 10 કરોડ તો માત્ર શહેરી વિસ્તારમાં આપ્યા અને ગ્રામીણ વિસ્તારમાં 3 કરોડ જ હતા. જ્યારે 2014થી 2019 સુધીમાં ગરીબ માતા-બહેનોને રસોડામાં ધૂમાડો વેઠવો ન પડે એ માટે માત્ર પાંચ જ વર્ષમાં 13 કરોડ ગેસ સિલિન્ડર આપ્યા હતા.

Leave a Response

error: Content is protected !!