રાજનીતિ

બેંકોનું ફુલેકુ ફેરવીને ભાગી જનાર વિજય માલ્યાને જોરદાર ઝટકો, 28 દિવસમાં ભારત આવશે

1.2Kviews

ભાગેડુ દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે યુકેની કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. બ્રિટિશ હાઈકોર્ટે માલ્યાને તેના પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડની હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની માલ્યાની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ માલ્યાના બધા કાયદાકીય માર્ગ બંધ થઈ ગયા છે. તેથી હવે 28 દિવસની અંદર તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે હાઈકોર્ટ તરફથી અરજી ફગાવ્યા બાદ હવે લંડન હોમ ઓફિસ માલ્યાના પ્રત્યાપર્ણની પ્રક્રિયા શરૂ કરશે. હવે માલ્યા પાસે ઈંગ્લેન્ડમાં કોઈ પણ કાયદાકીય માર્ગ નથી બચ્યો. હાઈકોર્ટ પહેલા જ પ્રત્યાપર્ણ વિરુદ્ધ માલ્યાની અરજી ફગાવી ચૂકી છે.

હવે બ્રિટિશ સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે. સુનાવણી પહેલાં માલ્યાએ ગુરુવારે ફરી એકવાર સરકારને તેના 100 ટકા દેવાની ચુકવણીના પ્રસ્તાવને સ્વીકારવા અને તેમની સામેનો કેસ બંધ કરવા જણાવ્યું હતું. 

Leave a Response

error: Content is protected !!