રાજનીતિ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું “વીર સાવરકર ન હોત તો 1857ની ક્રાંતિ પણ ઈતિહાસ જ ન બનત”

99views

 મહારાષ્ટ્રમાં બીજેપીએ પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો છે કે તે ફરી સત્તામાં આવશે તો સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરશે કેમ?એ અંગે સવાલોના જવાબ આપતાં એક ઇન્ટરવ્યૂમાં  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત  શાહે કહ્યુ કે, સાવરકરજી વિશે મારું સ્પષ્ટ કહેવું છે કે તેમના જેટલો રાષ્ટ્રભક્ત અને સાવરકર પરિવાર જેવા બલિદાની પરિવાર ખૂબ જ જૂજ છે. તેમના જેટલો રાષ્ટ્રભક્ત અને સાવરકર પરિવાર જેટલો બલિદાની પરિવાર દેશમાં ઘણા ઓછા છે. દેશમાં એવું કોઈ નથી, જેને એક જન્મની અંદર બે વાર આજીવન કેદની સજા મળી હોય. દેશમાં એવો કોઈ પરિવાર નથી, જેના બંને દીકરા એક જ જેલમાં રહેતા હોય અને એક બીજાને ન મળ્યા હોય. દેશમાં એક પણ પરિવાર એવો નથી, જેની સંપત્તિ અંગ્રેજોએ 6-6 વાર જપ્ત કરવામાં આવી હોય. તો જે પણ લોકો સાવરકરજીની સાથે વિવાદ કરી રહ્યા છે તેઓ દેશની સાથે ચેડાં કરી રહ્યા છે. યુવા પેઢીને સાવરકરથી પ્રેરણા લેવાથી રોકવાનું પાપ કરી રહ્યા છે.

 

અમિત શાહે કહ્યુ કે, વીર સાવરકર ન હોત તો 1857ની ક્રાંતિ પણ ઈતિહાસ ન બનત. વીર સાવરકરે જ 1857ની લડાઈને પહેલા સ્વાતંત્રતા સંગ્રામનું નામ આપ્યું.

Leave a Response

error: Content is protected !!