રાજનીતિ

મોદી કેબિનેટે પાંચ મોટા નિર્ણયને આપી મંજુરી, ગરીબો માટે ખોલી તિજોરી જાણો તમને શું થશે ફાયદો

1.2Kviews

મોદી સરકાર હંમેશા ગરીબો અને શ્રમિકો માટે આગળ રહે છે. જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી મોદી સરકારે હિતકારી અને ઉપયોગી નિર્ણય તાત્કાલિક કર્યા છે.

આજે ફરી પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં પાંચ મોટા નિર્ણય લેવાયા.

  1. ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણનો ફેંસલો લીધો છે. જેને જુલાઈથી નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. પ્રથમ ત્રણ મહિનામાં એક કરોડ 20 લાખ ટન અનાજનું વિતરણ કરાયું હતું. આગામી પાંચ મહિનામાં બે કરોડ ત્રણ લાખ ટન અનાજ વિતરણનું લક્ષ્ય છે. એપ્રિલમાં આશરે 74.3 કરોડ, મેમાં 74.75 કરોડ અને જૂનમાં લગભગ 64.72 કરોડ લાભાર્થીને તેનો ફાયદો મળ્યો છે.
  2. ઉજ્જવલા યોજના અંતર્ગત મળનારા ત્રણ સિલિન્ડરની મુદત જૂનથી વધારીને હવે સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. જેમાં 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
  3. કેબિનેટે EPF યોગદાન 24 ટકા (12 ટકા કર્મચારીનું અને 12 ટકા સંસ્થાનું)ને વધુ ત્રણ મહિના જૂનથી ઓગસ્ટ,2020 સુધી વધારવાની મંજૂરી આપી છે. જેનો કુલ અંદાજિત ખર્ચ 4,860 કરોડ રૂપિયા આવશે અને આ પગલાથી 72 લાખ કરતા વધારે કર્મચારીઓને લાભ થશે.
  4. કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) અંતર્ગત ઉપ યોજના તરીકે શહેરી પ્રવાસીઓ, ગરીબો માટે પોસાય તેવા ભાડાના આવાસ પરિસરના વિકાસને મંજૂરી આપી છે. આ ફેંસલાથી આશરે ત્રણ લાખ લોકોને લાભ થશે. પીએમ આવાસ યોજના હેઠળ 1.60 લાખ મકાન પ્રવાસી મજૂરોને ભાડા પર મળશે. 107 શહેરોમાં તૈયાર 1,08,000 ફ્લેટ પ્રવાસી મજૂરોને ભાડા પર અપાશે.
  5. કેબિનેટે જાહેર ક્ષેત્રની ત્રણ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ – ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ માટે 12,450 કરોડ રૂપિયાની મૂડીગત રોકાણને મંજૂરી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20મા કરવામાં આવેલું 2500 કરોડ રૂપિયાનું રોકાણ પણ સામેલ છે.

Leave a Response

error: Content is protected !!