Corona Update

અનલોક -2 માટે CM રૂપાણીની જાહેરાત : દુકાનો અને હોટલ રેસ્ટોરાંનો સમય વધારાયો

5.07Kviews

રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાઈડલાઈન જાહેર કરી છે

  • 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. 
  • હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
  • ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. 
  • કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે. 

તમામ સ્થળોએ 31 જુલાઈ 2020 સુધી શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રહેશે

  • 31 જુલાઈ સુધી અનલોક -2 રહેશે
  • કન્ટેન્ટમેન્ટ ઝોનંમાં આવશ્કયક સેવાઓ જ શરૂ રહેશે
  • રાત્રે 10થી સવારે 5 વાગ્યે સુધી કરફ્યુ રહેશે
  • તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર પ્રતિબંધો ચાલુ રહેશે.
  • મેટ્રો સેવાઓ બંધ રહેશે
  • સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા તમામ સ્થળો બંધ રહેશે.
  • તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ બંધ રહેશે.
  • ઘરેલુ વિમાન અને પેસેન્જર ટ્રેનને છુટછાટ
  • એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે છુટછાટ યથાવત છે.
  • લોકોની અવરજવર અને રાષ્ટ્રીય એકમ, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજમાર્ગો પર માલસામાનના પરિવહન, માલસામાન, બસો, ટ્રેનો, વિમાનો લોડ અને અનલોડ કરવા અને ઉતર્યા પછી તેમના મુકામ પર પહોંચવા માટે પણ નાઇટ કર્ફ્યુ લાગુ નથી.

Leave a Response

error: Content is protected !!