રાજનીતિ

PM મોદીએ એવો દાવ નાખ્યો કે યુદ્ધ થશે તો ચીનની કમર તૂટી જશે : અમેરિકામાં થયેલા બે સંશોધનોનો દાવો

1.95Kviews

Center for a New American Security in Washington અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતેના બેલફર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સનાં સંશોધનોનું તારણ : ભારતીય સૈન્ય ચીની સૈન્ય કરતા આગળ

ભારત ચીન કરતા બેગણું શક્તિશાળી છે એનો પરચો હાલમાં જ જોવા મળ્યો હતો: છેલ્લા પાંચ-છ વર્ષમાં ભારતે ચીન સરહદે જબરદસ્ત ખડકલો કર્યો છે

છેલ્લા પાંચ-છ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ ચીન સરહદ પર અદ્ભૂત કામગીરી કરી છે. PM મોદીએ એવા સોગઠા ગોઠવ્યા છે કે, યુદ્ધ થશે તો ચીનની કમર તૂટી જશે, ચીન ઊંધે કાંધ પછડાશે. ચીન અને ભારત વચ્ચે સત્તાનાં સંતુલન પર યુ.એસ.માંથી બે સંશોધન બહાર આવ્યા છે, જેનાથી ચાઈનાને ચોક્કસ આંચકો લાગશે. યુ.એસ.ની Center for a New American Security in Washington અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતેના બેલફર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનથી તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત-ચીન યુદ્ધ પરિસ્થિતિમાં ભારત ચીન પર ભારે પડશે, જો યુદ્ધ થયું તો ચીનની હાર થશે.

હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવેલ સંશોધન – અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ચીની સરહદ વિસ્તારોની નજીક ભારતનાં કુલ ઉપલબ્ધ સ્ટ્રાઈક ફોર્સની સંખ્યા 225000 છે. જેની તુલનામાં પશ્ચિમી થિયેટર કમાન્ડ હેઠળ અને તિબેટમાં, શિનજિયાંગ મિલિટ્રી જિલ્લાઓમાં, 20000થી 230000ની વચ્ચે હોવાનો અંદાજ છે. ભારત સાથેનાં યુદ્ધ દરમિયાન પણ આ દળોનો નોંધપાત્ર હિસ્સો ઉપલબ્ધ રહેશે નહીં, તે કાં તો રશિયન ટાસ્ક માટે અનામત છે અથવા શિનજિયાંગ અને તિબેટમાં વિદ્રોહને કાઉન્ટર કરવા માટે છે.” આ અધ્યયનમાં ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, “જો પીએલએએએફ (ચાઈનીઝ એરફોર્સ) ફક્ત ત્રણ એરફિલ્ડ પર હુમલો કરે છે, તો તેને રનવે અને ટેક્સી ટ્રેક પર હુમલો કરવા માટે દરરોજ 660 બેલિસ્ટિક મિસાઈલોની જરૂર પડશે.” આનાથી ચાઈનાનો સ્ટોક ત્રણ એરફિલ્ડ્સ પર હુમલો કર્યાના માત્ર બે દિવસમાં 1000થી 1200 એમઆરબીએમ / એસઆરબીએમ મિસાઈલોનો અંત કરશે. આ મધ્યમ અને ટૂંકી રેન્જની બેલિસ્ટિક મિસાઈલો છે. આ પરિસ્થિતિ ત્યારે બનશે જ્યારે ચીન અન્ય કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય પ્રણાલીને ધ્યાનમાં લેશે નહીં. ઉપરાંત આ અધ્યયનમાં એ પણ વર્ણવવામાં આવ્યું છે કે ભારતીય પાઈલટ્સને ચીની સૈન્યના પાઈલટ્સ કરતા વધુ અનુભવ છે. કારણ કે, તેઓ સતત પાકિસ્તાન સાથે સરહદ પણ તણાવમાં રહે છે.

હાર્વર્ડ કેનેડી સ્કૂલનાં સંશોધન ઉપરાંત Center for a New American Security in Washingtonનાં અધ્યયનમાં પણ ચીની આર્મીની પોલ ખોલવામાં આવી છે. આ અધ્યયન વર્ણવે છે કે કેવી રીતે ચાઈનીઝ એરફોર્સ તેની કામગીરી માટેના જમીન આધાર પર ભારે આધાર રાખે છે અને તેની ઊંચાઈને કારણે ચાઈનીઝ લડાકુ વિમાનો ફક્ત અડધા પેલોડ સાથે જ ઉડાન ભરી શકે છે. જ્યારે ભારતીય લડાકુ વિમાનો સંપૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરી શકે છે. અહેવાલમાં એ પણ નોંધ્યું છે કે ભારત પાસે વિશ્વની શ્રેષ્ઠ પર્વત સૈન્ય છે. ચીનના સૈન્યને આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વિયેટનામ યુદ્ધ પછી તેણે કોઈ મોટા યુદ્ધમાં ભાગ લીધો નથી, તેથી યુદ્ધનાં અનુભવ અને સૈનિકોની શક્તિની દ્રષ્ટિએ ચીન અને પાકિસ્તાન કરતા ભારત ક્યાંક આગળ છે. આમ, ચીને અમેરિકાના આ બંને અધ્યયનને કાળજીપૂર્વક વાંચવાની જરૂર છે. ભારતીય સેના પીએલએને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે તે પીએલએ જોઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં જો પીએલએ ભૂલથી ભારતીય સૈન્ય વિરુદ્ધ કોઈ પગલાં લેવાનું વિચારે છે, તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

Leave a Response

error: Content is protected !!