Corona Update

CM યોગી હતા કોરોના સંકટ બેઠકમાં અને તેમના પિતાના અવસાનની ખબર મળી, આમ છતા પહેલા બેઠક પુરી કરી

1.07Kviews

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું આજે અવસાન થયું છે. 89 વર્ષના આનંદસિંહ બિષ્ટની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી અને તેમની હાલત નાજુક છે. છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતા અને સોમવારે સવારે 10:40 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિશેષ વાત એ છે કે જ્યારે આ સમાચાર સીએમ યોગીને આપવામાં આવ્યા હતા, ત્યારે તેઓ કોરોના સંકટ પર ટીમ -11 સાથે બેઠક કરી રહ્યા હતા. સમાચાર મળ્યા પછી પણ બેઠક બંધ કરવામાં આવી ન હતી. એક સાચા લોકસેવક તરીકે સીએમ યોગીએ પહેલા ઉત્તર પ્રદેશની જવાબદારી સમજી છે. 

Leave a Response

error: Content is protected !!