રાજનીતિ

ઉઝબેકિસ્તાનના રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે કરેલા MOUને ઝડપભેર આગળ વધારવા મુખ્યમંત્રી સાથે યોજી પરામર્શ બેઠક

81views

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં ઉઝબેકિસ્તાનની મુલાકાત કરી હતી, ઉઝબેકિસ્તાનની મુલાકાત સફળ હતી એ તો આપણને બધાને ખબર જ છે. જે દરમ્યાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગના ૧૧ જેટલા MOU કરવામાં આવ્યા હતા.

આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને આ કરારને ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગુજરાત સાથે સહભાગિતા વધારવાના હેતુથી આગામી દિવસોમાં ગુજરાત આવનારા ઉઝબેકિસ્તાના વિવિધ ડેલીગેશન્સની માહિતી આપી હતી.

Leave a Response

error: Content is protected !!