રાજનીતિ

ભાજપામાંથી પાલિકા ચૂંટણી લડવી છે ? નિરક્ષકોની ટીમ આવી વડોદરા, વાંચો કયા વોર્ડના દાવેદારોએ ક્યાં જવું ?

409views

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરુ કરી દીધી છે. જેમાં ભાજપ આજથી બે દિવસ સુધી વડોદરાના તમામ 19 વોર્ડ માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. જેમાં ત્રણ સભ્યોની કમિટી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લઇ રહી છે અને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે

વડોદરા મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી ભાજપના મેન્ડેટ પર લડવા ઈચ્છતા દાવેદારોને આજે સોમવારથી બે દિવસ સાંભળવામાં આવશે. પ્રદેશ ભાજપમાંથી ૧૫ નિરિક્ષકો વડોદરા આવી ગયા છે. અને નિઝામપુરા, હરણી, જૂના પાદરા રોડ, વાઘોડિયા રોડ, મકરપુરા જીઆઈડી ખાતેના સ્થળે વોર્ડ નં.૧,૨, ૫,૬૯,૧૦,૧૭ અને ૧૮ના ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સે્ન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ - Divya Bhaskar
  • ટિકિટ મેળવવા ઈચ્છતા દાવેદારોની આવતીકાલ સોમવારે નીરિક્ષકો સેન્સ લેશે. જે માટે પાંચ સ્થળ નક્કી કરાયા છે.
  • સોમવારે ચૂંટણી વોર્ડ નં. ૧, ૨, ૫,૬૯,૧૦,૧૭ અને ૧૮ના ટિકિટ વાંચ્છુઓને સાંભળશે.
  • ટિકિટ લેવા ઈચ્છતા દાવેદારે પોતાનુ ભરેલુ પરિચય પત્રક રજૂ કરવા પડશે.
ભાજપ દ્વારા બહાર પડાયેલા ફોર્મમાં સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ છે તે પણ પુછાયું છે. આ ઉપરાંત રામ મંદિરના નિર્માણમાં કેટલો ફાળો આપ્યો તે પણ ફોર્મમાં પૂછવામાં આવ્યું છે.

કયા વોર્ડના દાવેદારોએ ક્યાં જવું ?

વોર્ડ તારીખ સમય   સ્થળ

૦૧ ૨૫     સવારે ૯ થી ૧૨         નાનુભાઈ ટાવર, નિઝામપુરા

૦૨ ૨૫     બપોરે ૩ થી ૬ નાનુભાઈ ટાવર, નિઝામપુરા

૦૩ ૨૬     સવારે ૯થી ૧૨          નાનુભાઈ ટાવર, નિઝામપુરા

૦૪ ૨૬     બપોરે ૩ થી ૬ નાનુભાઈ ટાવર, નિઝામપુરા

૦૫ ૨૫     સવારે ૯ થી ૧૨         નિસર્ગ પાર્ટી પ્લોટ, મોટનાથ મહાદેવ, હરણી

૦૬ ૨૫     બપોરે ૩ થી ૬ નિસર્ગ પાર્ટી પ્લોટ, મોટનાથ મહાદેવ, હરણી

૦૭ ૨૬     સવારે ૯થી ૧૨          નિસર્ગ પાર્ટી પ્લોટ, મોટનાથ મહાદેવ, હરણી

૦૮ ૨૬     બપોરે ૩ થી ૬  નિસર્ગ પાર્ટી પ્લોટ, મોટનાથ મહાદેવ, હરણી

૦૯ ૨૫     સવારે ૯ થી ૧૨         કાન્હા એમ્પાયર, જૂના પાદરા રોડ

૧૦ ૨૫     બપોરે ૩ થી ૬ કાન્હા એમ્પાયર, જૂના પાદરા રોડ

૧૧ ૨૬     સવારે ૯થી ૧૨          કાન્હા એમ્પાયર, જૂના પાદરા રોડ

૧૨ ૨૬     બપોરે ૩ થી ૬ કાન્હા એમ્પાયર, જૂના પાદરા રોડ

૧૩ ૨૫     બપોરે ૨ થી ૫ ઝારોલા ભવન, વૃંદાવન ચોકડી, વાઘોડિયા રોડ

૧૪  ૨૫    સાંજે ૫ થી ૮   ઝારોલા ભવન, વૃંદાવન ચોકડી, વાઘોડિયા રોડ

૧૫ ૨૬     સવારે ૯ થી ૧૨         ઝારોલા ભવન, વૃંદાવન ચોકડી, વાઘોડિયા રોડ

૧૬ ૨૬     બપોરે ૧૨ થી ૩         ઝારોલા ભવન, વૃંદાવન ચોકડી, વાઘોડિયા રોડ

૧૭ ૨૫     સવારે ૯ થી ૧૨         વીસીસીઆઈ હોલ, મકરપુરા જીઆઈડીસી

૧૮ ૨૫     બપોરે ૩ થી ૬ વીસીસીઆઈ હોલ, મકરપુરા જીઆઈડીસી

૧૯ ૨૬     સવારે ૯ થી ૧૨         વીસીસીઆઈ હોલ, મકરપુરા જીઆઈડીસી

Leave a Response

error: Content is protected !!