વિકાસની વાત

વામપંથીઓએ ચલાવ્યા ફેક ન્યુઝ, રેલવેએ એવો ઉધડો લીધો કે લિબરલ ગેંગને લાગ્યા મરચા

473views
  • ફેક ન્યૂઝનાં આધારે અરાજકતા અને અફવાઓ ફેલાવી રહેલી લિબરલ ગેંગનાં જૂઠનો પર્દાફાશ રેલ્વે મંત્રાલયે કર્યો
  • શું શ્રમિક એક્સપ્રેસમાં બેદરકારીના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં? ના… ના… ના
  • લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી મહિલાનું ટ્રેનમાં માંદગીને લીધે મોત નિપજ્યું પણ સિક્યુલરોએ કહ્યું કે, મોત ભૂખને કારણે થયું!

એક તરફ આખો દેશ કોરોના મહામારીને રોકવાનો અને તેમાંથી છૂટકારો મેળવવાનો માર્ગો શોધી રહ્યો છે અને બીજી તરફ લિબરલ ગેંગ મડદાઓ પર રાજકારણ રમી રહી છે, લિબ્રાડુઓ કોરોના વાયરસનાં કટોકટીકાળમાં ફેક ન્યૂઝ ફેલાવવાનું પણ મૂકતા નથી. રાણા અયુબ જેવા પત્રકારોથી લઈને દૈનિક ભાસ્કર, દૈનિક જાગરણ જેવા મીડિયા હાઉસ બનાવટી સમાચારો પ્રસિદ્ધ કરી રહ્યાં છે. અલબત્ત કેટલાંક પત્રકારો સોશિયલ મીડિયામાં પણ દિવસ-રાત કોઈપણ પ્રકારનાં આધાર પુરાવા વિના ખોટી માહિતી અને જુઠ્ઠી જાણકારી ફેલાવવાનું કામ કરે છે. જ્યારે ખુદ રેલ્વેએ આવા કેટલાંક પાયા વિહોણા આક્ષેપોને વારંવાર નકારી દીધા છે અને સત્ય વાતને સૌ સમક્ષ મૂકી છે. હમણાં જ રાણા અયુબે એક ટિ્‌વટ કરી હતી, જેમાં એક એચટી રિપોર્ટનો હવાલો કરતા દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમિક ટ્રેનમાં આવનાર દિલ્હીનો સાડા ચાર વર્ષનો બિહાર સ્થિત બાળક રેલ્વે સ્ટેશન પહોંચતા પહેલા જ ભૂખમરાથી મરી ગયો. જેના જવાબમાં રેલ્વે મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે બાળક પહેલેથી જ કોઈ બિમારીથી ગ્રસ્ત હતો. બાળકના રોગની સારવાર બાદ તેનો પરિવાર દિલ્હીથી પરત ફરી રહ્યો હતો. મંત્રાલયના ટ્વિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાંથી ઉતરવાના પાંચ કલાક પહેલા બાળકનું મોત નીપજ્યું હતું. તે જ સમયે મંત્રાલયે પત્રકારને ખોટા સમાચાર શેર ન કરવા ચેતવણી પણ આપી હતી. આ અગાઉ પણ પત્રકાર રાણા અયુબે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં મહિલાની મોત અંગે સરકારને જવાબદાર ગણાવી દાવો કર્યો હતો કે મહિલાનું મોત થયું કારણ કે સરકારે તેને ટ્રેનમાં ભોજન અને પાણી આપ્યું ન હતું. ટ્રેન તેના શેડ્યૂલથી ખૂબ મોડી દોડી રહી હતી. મહિલાએ ગુજરાતથી ટ્રેન લીધી. પછી તે ટ્રેનમાં સુઈ ગઈ, ટ્રેનમાં કોઈ ખોરાક આપવામાં આવ્યો ન હતો. મુઝફ્ફરપુર સ્ટેશન પર ભૂખમરાથી તેનું મોત નીપજ્યું હતું. જ્યાં તેનું બાળક તેની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ અંગે રેલ્વે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેની બહેન, પતિ અને બે બાળકો સાથે મુસાફરી કરી રહેલી આ મહિલા લાંબી બિમારીથી પીડાઈ રહેલ હતી અને મુસાફરી દરમિયાન ટ્રેનમાં તેનું મોત નીપજ્યું હતું.

આટલું જ નહીં 27 મે, 2020ને બુધવારે જાગરણે એક સમાચાર પ્રકાશિત કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમિક એક્સપ્રેસમાં બેદરકારીના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રમિક એક્સપ્રેસમાં સવાર પરપ્રાતીય કામદારો ખોરાક અને પાણીથી વંચિત રહ્યા હતા. જ્યારે સત્ય અલગ હતું. ભારતીય રેલ્વેએ આ અંગે જણાવ્યું હતું કે કટોકટીની સ્થિતિમાં દરેક મુસાફરને તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તમામ મુસાફરો માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેનોમાં ખોરાક અને પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સમયે મંગળવારે 26 મે, 2020નાં રોજ ભારતીય રેલ્વેએ દૈનિક ભાસ્કરના અહેવાલને પણ બનાવટી ગણાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમિક એક્સપ્રેસ ટ્રેનોમાં ખોરાક અને પાણીની અછતને કારણે પરપ્રાંતિય મજૂરો મરી રહ્યા છે. ભાસ્કરે પોતાના અહેવાલમાં આરોપ લગાવ્યો હતો કે રેલ્વેની અવગણનાને કારણે મુસાફરોનું મોત નીપજ્યું હતું. જે માહિતી પણ તદ્દન ખોટી હતી. આમ, દેખીતી રીતે જોવા જોઈએ તો મીડિયાનો એક ચોક્કસ સરકાર વિરોધી વર્ગ સમાચારનું સ્વરૂપ બદલાવી તેને અયોગ્ય રીતે પ્રસ્તુત કરી અફવાઓ ફેલાવી રહ્યો છે. લિબરલ ગેંગ યેનકેન પ્રકારે ફેક ન્યૂઝ ફેલાવી સરકાર વિરોધી વાતાવરણ ઉભું કરવા માંગે છે અને લોકોમાં સરકારની છબી ખરડાવવા ઈચ્છે છે જોકે સરકારે પણ આવા બનાવટી સમાચાર ફેલાવનારાઓને બરાબર જવાબ આપવાનું શરૂ કર્યું છે.

Leave a Response

error: Content is protected !!