રાજનીતિ

દર મહીને 7 કરોડની કમાણી કરે છે વંદે ભારત એક્સપ્રેસ

135views

દેશની પ્રથમ એન્જિન વગરની ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દર મહીને રૂ.7 કરોડની કમાણી કરી રહી છે. આ ટ્રેનની કમાણીથી રેલ્વેને એવું અનુમાન છે કે આ ટ્રેન પાછળ કરવામાં આવેલ ખર્ચ 15 મહિનામાં જ વસુલ થઇ જશે. આ ટ્રેનને આ વર્ષે જ 15 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી હતી.

100 કરોડનાં ખર્ચે બની છે વંદે ભારત ટ્રેન

ઇકોનોમિક ટાઈમ્સનાં એક રીપોર્ટ પ્રમાણે CII દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રેલ્વે બોર્ડનાં એક સભ્ય રાજેશ અગ્રવાલે વંદે ભારત ટ્રેનનાં ખર્ચ વિષે કહ્યું કે આ ટ્રેનને તૈયાર કરવામાં રૂ.100 કરોડનો ખર્ચ થયો હતો. હાલ આવનારા ઘણા દિવસો માટે આ ટ્રેનની બધી જ બેઠકોનું બુકિંગ થઇ ગયું છે. આ ટ્રેન દિલ્લી થી વારાણસી વચ્ચે અઠવાડિયામાં પાંચ દિવસ ચાલે છે.

ઉંચું ભાડું, કોઈ સબસીડી નહી છતાં હંમેશા ફૂલ

વંદેભારત એક્સપ્રેસમાં અન્ય ટ્રેનોની જેમ ટીકીટ પર કોઈ સબસીડી મળતી નથી. નાના બાળકથી લઈને સીનીયર સીટીઝન માટે એક જ એક સરખા ભાવની ટીકીટ છે. વળી અન્ય ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત એક્સપ્રેસનું ભાડું પણ બહું વધારે છે. દિલ્લીથી વારાણસીની સામાન્ય ટીકીટ રૂ.1760 છે અને એક્ઝીક્યુટીવ ક્લાસની ટીકીટ રૂ.3310 છે. છતાં પણ આ ટ્રેન હંમેશા ફૂલ રહે છે ઉપરાંત આવનારા ઘણાં દિવસોનું બુકિંગ પણ થઇ ગયું છે. હવે આમાં એ લોકો પણ યાત્રા કરી રહ્યાં છે જે પહેલાં આ ટ્રેનમાં આવવા જવાનું પસંદ નહોતા કરતા.

આ નવા રૂટો પણ દોડશે વંદે ભારત એક્સપ્રેસ

દિલ્લીથી વારાણસી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની સફળતા બાદ ભારતીય રેલ્વે હવે આ રૂટો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારીમાં છે :

નવી દિલ્લીથી મુંબઈ સેન્ટ્રલ
નવી દિલ્લીથી જમ્મુ
નવી દિલ્લીથી અમૃતસર
નવી દિલ્લીથી હાવડા (કલકત્તા)
મુંબઈથી નાસિક
મુંબઈથી પુણે
મુંબઈથી વડોદરા
બેંગલોરથી મેંગલોર
મેંગલોરથી ચેન્નઈ
મેંગલોરથી હૈદરાબાદ

[youtube https://www.youtube.com/watch?v=JfmCPuR93Do]

Leave a Response

error: Content is protected !!