Corona Update

કોરોના વોરિયર્સ: વલસાડ કલેકટરના માતાનું અવસાન,કાંધ આપી કલાકોમાં ફરજ પર પરત ફર્યા

292views

 કોરોના સામેના જંગમાં અનેક લોકો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને સેવા બજાવી રહ્યાં છે. વલસાડ કલેક્ટર સી.આર. ખરસાણના માતૃશ્રી રેવાબેન રમાભાઈ ખરસાણ નુ ૧૫ -૪-૨૦૨૦ ના રોજ સ્વર્ગવાસ થયો હતો.વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીના અનુસંધાનમાં તેઓ એ બનાસકાઠામા માતાની અંતિમવિધી પતાવીને 24 કલાક પુર્ણ થાય તે પહેલા વલસાડ  ફરજ પર હાજર થયા હતાં.

બનાસકાંઠા લગ્નમાં ગયા અને રોકાઈ ગયા

ક્લેક્ટરના માતા રેવાબેન સાથે જ રહેતા પરંતુ લગ્ન પ્રસંગે તેઓ બનાસકાઠા ગયા હતા આ સમય દરમ્યાન લોકડાઉન થતા લગ્ન મોકુફ રખાયા અને માતા લોકડાઉનના કારણે બનાસકાઠા જ રોકાઇ ગયા હતા. માતાએ કહ્યુ લોકડાઉન ખુલે એટલે આવીશ પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ માતાને મળવાની ઇચ્છા અધુરી જ રહી ગઇ.કોરોના મહામારી મા પોતાની ફરજ પ્રત્યેની જવાબદારી અને જિલ્લાની ચિંતા ક્લેક્ટર કરી રહ્યાં છે.

Leave a Response

error: Content is protected !!