વિકાસની વાત

વર્ષે અઢી લાખની આવક મેળવી : બેસ્ટ્ ફાર્મરના એવોર્ડથી સન્માનીત કરાયા

109views

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલીતલાટ ગામના હરેશભાઇ ખાંડરા પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ પોતાની માત્ર પચ્ચીસ ગુંઠા જમીનમા ખાસ શાકભાજીની ખેતી કરી ઘર ચલાવે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં પળવળની ખેતી કરી હતી. જેના માટે આત્મા પ્રોજેકટ અંર્તગત ૨૦૧૮-૧૯માં બેસ્ટી ફાર્મર તરીકેનો ખિતાબ મેળવ્યો હતો.

એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ૨ એજન્સી‍ ‘આત્મા’ જિલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટર્ડ સોસાયટી છે. આ એજન્સીનું મુખ્ય કાર્ય જિલ્લાની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિઓનું સંકલન કરવાનું તથા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃતિઓ હાથ ધરવા અને કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવાનું છે, અને આ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવાનું છે.

વારોલીતલાટ ગામના હરેશભાઇ ખાંડરા આત્મા‍ પ્રોજેકટ સાથે જોડાયા હતા જેમા તેમને કૃષિ ક્ષેત્રે વિવિધ બાબતો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. ફળવળની ખેતી માટે કપરાડા અને ધરમપુર તાલુકાના વિસ્તારો, જમીન, આબોહવા અને બજાર સારું હોવાથી આ વિસ્તારના ખેડૂતો સમયાંતરે ફળવળની ખેતી કરે છે. હરેશભાઇએ વર્ષ ૨૦૧૭-૧૮માં પળવળની ખેતી શરૂ કરી.

શા માટે મળ્યો બેસ્ટ ફાર્મરનો એવોર્ડ????

પળવળની ખેતી કરવા માટે બિયારણ રૂપે અગાઉના વર્ષે કરેલા પાકના સંગ્રહ કરેલા બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. ફળવળના બીજનો તેની રોપણીની સીઝનમાં સારો ભાવ આવે છે. એક બીજનું મૂલ્ફા બે થી ત્રણ રૂપિયા હોય છે. જેને વેચીને પણ ઘણા ખેડુતો સારી આવક મેળવે છે. હરેશભાઇએ પોતાના જ ખેતરમાંથી ઉત્પાદિત થયેલા ફળના બીજ સાચવી રાખ્યા હતા, જેનો ઉપયોગ બિયારણ તરીકે કર્યો.
પળવળના પાકને ખૂબ પાણીની જરુર પડે છે, જેથી તેની રોપણી કરતા પહેલા યોગ્યા સમય, પરિસ્થિચતિ વગેરેનું ખાસ ધ્યાનન રાખવું પડે છે. તે પાંચ થી છ ફુટ લાંબા થાય છે અને ત્રણથી ચાર કિલો વજન ધરાવે છે. આ ખેતી માટે માટે ઊંચો મંડપ ઊભો કરવો પડે છે. તે દોઢ મહિનામાં બજારમાં વેચવા લાયક થઇ જાય છે. જે ૩૦ થી ૩૫ રૂપિયે કીલો વેચાય છે. પાકને ખુબ પાણીની જરુર પડતી હોવાથી ઓછા ખેડૂત મિત્રો તેની ખેતી કરે છે ઉપરાંત આદિવાસી વિસ્તાેરમાં આ શાક ભોજન માટે પ્રિય છે જેના કારણે પણ તેની કિંમત સારી આવે છે. હરેશભાઇએ ફળવળના પાકમાં કુલ ખર્ચ ૭૦ થી ૮૦ હજારનો ખર્ચ થયો હતો, જેની સામે ૨.૫ લાખની આવક મેળવી છે.
પળવળનો પાકમાં કુદરતી રીતે અલગ પ્રકારની ગંધ હોવાથી જીવ જંતુઓ આવતા નથી અને તેથી જંતુનાશક દવાનો છંટકાવ અને નિંદણ ઓછી કરવી પડે છે. જેના લીધે ખેડુતોને કુદરતી રીતે જ ઓર્ગેનીક પાક મળી રહે છે. પોતાની સુઝબુઝથી ફળવળના પાકમાં મબલક કમાણી કરવા બદલ નાનાપોંઢા હાઇસ્કુધલ ખાતે યોજાયેલ કૃષિ મહોત્સકવમાં આત્માક પ્રોજેકટ અંર્તગત તાલુકા બેસ્ટક ફાર્મરના એવોર્ડથી સન્માકનિત કરાયા છે. આમ હરેશભાઇને ફળવળની ખેતી ફળી છે.

Leave a Response

error: Content is protected !!