Corona Update

લોકડાઉનમાં ભામાશા બન્યા જામનગરના વસ્તાભાઈ…37 હજાર મણ ઘઉંનું મહાદાન કરતા સૌના દિલમાં વસ્યા

1.26Kviews

જામનગરમાં રહેતા વસ્તાભાઇ કેશવાલાએ લોકડાઉન શરુ થયુ એ પહેલાં જ 27000 મણ ઘઉંનું દાન કરવાનો નિર્ણય કરીને એ કાર્ય શરું પણ કરી દીધું હતું અને

  • લોકડાઉન લોકડાઉન દરમિયાન જ તેમણે આટલું અન્નદાન સેંકડો પરિવારોને કરી પણ દીધુ હતુ.
  • તેમનો આ સેવા યજ્ઞ હજુ ચાલી રહ્યો છે અને આગામી 30 જૂન સુધીમાં તેઓ હજુ 10000 મણ ઘઉંનું વિતરણ કરશે.
  • કાઠિાવાડના ભામાશા તરીકે વસ્યા સૌના દિલમાં
  • જામનગરમાં દ્વારકા હાઇવે પર આવેલી સમર્પણ હાર્ટ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પણ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વસ્તાભાઇ કેશવાલા
  • આ હોસ્પિટલને 27 વર્ષ પુરા થતા હોવાથી વસ્તાભાઇએ દાનનો મહાયજ્ઞ કર્યો
  • વસ્તાભાઇ કહે છે કે, દરેક ભાણામાં આપણી એક રોટલી તો હોવી જ જોઈએ.

ઘઉં વિતરણનો મહાયજ્ઞ આરંભ

Vastabhai of Jamnagar will donate 37000 mounds of wheat, Annadanayajna started!

વસ્તાભાઇ દ્વારા શરુ કરાયેલી આ સેવા પ્રવૃત્તિના ભાગરુપે રોજેરોજ સમર્પણ હોસ્પિટલથી ઘઉંનો જથ્થો ભરીને ટ્રેકટરો નીકળી પડે છે અને જરુરિયાતમંદો સુધી અનાજ પહોંચાડે છે. જામનગરથી ખંભાળિયા, ભાણવડ, કાલાવડ અને જોડીયા સુધીના ગામોમાં પછી હવે, પોરબંદર અને જુનાગઢ સુધીના ગામોમાં પણ અન્નદાનની આ સેવાપ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. પોરબંદર અને જુનાગઢ સુધીના ગામડાં અંદાજે 316 થાય છે, ગામોની જનસંખ્યાને ધ્યાનમાં રાખીને ગામદીઠ 500થી 1000 કિલો અનાજ અપાઈ રહ્યું છે. વિધવા, અપંગ, અનાથ, બેસહારા વૃદ્ધો કે અસાધ્ય રોગીઓને આમાં અગ્રતા આપવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!